ઓગસ્ટ 8, 2024 5:32 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 5:32 પી એમ(PM)

views 7

જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે

જામનગર જિલ્લામાં દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત પસંદગી પામેલા વિદ્યાર્થીઓને વાર્ષિક 6 હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ અપાશે. આ યોજનાનો લાભ લેવા માગતા વિદ્યાર્થીઓ 31 ઑગસ્ટ સુધી અરજી કરી શકશે. વિદ્યાર્થીઓ આ અંગે વધુ જાણકારી માટે જામનગરની વડી પૉસ્ટઑફિસની બિલ્ડીંગમાં આવેલી અધિક્ષક ડાકઘરની કચેરીનો સંપર્ક કરી શકે છે, એમ યાદીમાં જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલાટેલિમાં રસ ધરાવતા ધોરણ 6થી 9 સુધીના વિદ્યાર્થીઓ માટે ભારતીય ટપાલ વિભાગ દ્વારા દીનદયાળ સ્પર્શ યોજના અંતર્ગત શિષ્યવૃત્તિ યોજના જાહેર કરવામાં આવી છ...

ઓગસ્ટ 4, 2024 9:41 એ એમ (AM) ઓગસ્ટ 4, 2024 9:41 એ એમ (AM)

views 6

જામનગરના સાધના કોલોનીમાં મકાન ધરાશાયી : એકનું મોત

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં બે મજલા જર્જરિત મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ મકાન ધરાશાયી થતાં મલબા નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાની વિગતો સામે આવી છે. મકાન ધરાશાયી થવાની ઘટનાની જાણ થતાં તુરંત ફાયરબ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો આવ્યો હતો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક લાવારિસ જણાતી વ્યક્તિ ઇજાગ્રસ્ત થતાં તેને હોસ્પિટલ ખસેડાવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના અંગે જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદીના જ...