સપ્ટેમ્બર 26, 2024 8:04 પી એમ(PM) સપ્ટેમ્બર 26, 2024 8:04 પી એમ(PM)

views 7

ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ

ગાંધીનગરમાં રાજ્ય સ્તરીય તકેદારી અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને પછાત વર્ગો માટેની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ચર્ચા કરવામાં આવી હતી. માનવ ગરિમા યોજના, આદિ જાતિઓના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટેની ડોક્ટર આંબેડકર વિદેશ અભ્યાસ લોન તથા શહેરોમાં અભ્યાસ સાથે આવાસ સુવિધાની સમરસ હોસ્ટેલ વગેરેમાં રાજ્ય સરકારની કામગીરીની આ સમિતીના સભ્યોએ ચર્ચા કરી હતી..

સપ્ટેમ્બર 9, 2024 7:32 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2024 7:32 પી એમ(PM)

views 8

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ

રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં ગાંધીનગરના પોલીસ ભવન ખાતે અગિયારમી પશ્ચિમ ક્ષેત્રનો પોલીસ સંકલન બેઠક યોજાઈ ગઈ. દરમિયાન સાયબર ગુનાઓ રોકવા, આંતરરાજ્ય સંકલન, સરહદ વ્યવસ્થાપન ગુના સાબિતીનો દર વધારવામાટેના પગલાઓ, ત્રણ નવા ફોજદારી કાયદાઓના અસરકારક અમલીકરણ, ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે,ગુનાઓને અંકુશમાં રાખવા તથા ગુનાખોરીના નિવારણ અને તપાસની કામગીરીમાં રાજ્યો વચ્ચે આંતરિક સંકલન ખૂબ જરૂરી છે. આ બેઠકમાં મહારાષ્ટ...

સપ્ટેમ્બર 2, 2024 3:33 પી એમ(PM) સપ્ટેમ્બર 2, 2024 3:33 પી એમ(PM)

views 6

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના એમઓયુ હેઠળ આ પ્રથમ તાલીમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમનું આયોજન જીએનએલયુના વી.એસ.મણી સેન્ટર ફોર એર ઍન્ડ સ્પેસ લોના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર એસ. શાંથાકુમારે ઉદઘાટન પ્રવચનમાં કહ્યું કે અવકાશના વધતાં જતાં સશસ્ત્રી...

ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM) ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM)

views 8

રાજ્યમાં 15,820 માતાએ પોતાના દૂધનું દાન કરી 12,403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે, જેનો ઉદ્દેશ્ય બાળકના જન્મના પ્રથમ કલાકથી જ સ્તનપાનનો પ્રારંભ, 6 માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર અને 6 માસ બાદ માતાના દૂધની સાથે ઉપરી આહારની શરૂઆતની પરંપરાની જાગૃતિ કેળવવાનો...

જુલાઇ 26, 2024 3:10 પી એમ(PM) જુલાઇ 26, 2024 3:10 પી એમ(PM)

views 9

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના કોબા ખાતે એક પેડ માં કે નામ અભિયાનનો પ્રારંભ કરાવ્યો.ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં અંદાજે 1500 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કલેક્ટર, મેયર, ધારાસભ્યો, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જૂન 18, 2024 4:34 પી એમ(PM) જૂન 18, 2024 4:34 પી એમ(PM)

views 8

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ

ગાંધીનગરના નવા મેયર તરીકે મીરાંબેન પટેલની નિમણૂંક કરાઇ છે. ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી બેઠકમાં મીરાબેનના નામની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.. તેમનો કાર્યકાળ અઢી વર્ષ માટેનો રહેશે. જ્યારે નાયબ મેયર તરીકે નટવરજી ઠાકોરના નામની વરણી કરાઇ હતી.