સપ્ટેમ્બર 27, 2024 2:29 પી એમ(PM) સપ્ટેમ્બર 27, 2024 2:29 પી એમ(PM)

views 4

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી અને અંતિમ ક્રિકેટ ટેસ્ટ મેચ કાનપુરમાં રમાઈ રહી છે. હાલમાં મળતાં અહેવાલ મુજબ બાંગ્લાદેશે અત્યાર સુધીમાં બે વિકેટ ગુમાવી 74 રન બનાવ્યા છે. આ પહેલા ભારતે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બાંગ્લાદેશે પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. નાહિદ રાણા અને તસ્કીન અહમદની જગ્યાએ તૈજુલ ઇસ્લામ અને ખાલિદ અહમદ મેચ રમશે. ચેન્નઈમાં પહેલી ટેસ્ટમાં હરાવ્યા બાદ ભારતીય ટીમનું લક્ષ્ય હવે બાંગ્લાદેશને ક્લીન સ્વીપ કરવાનો હશે. પહેલી ટેસ્ટમાં રોહિત શર્માની ટીમે 280 રનના અંતરથી જ...

સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM) સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM)

views 15

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ મેચ આગામી તા. 27 સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.

સપ્ટેમ્બર 20, 2024 7:46 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:46 પી એમ(PM)

views 6

ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 308 રનની સરસાઈ મેળવી

ભારતે બાંગ્લાદેશ સામે ચેન્નઈમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં આજે બીજા દિવસના અંતે 308 રનની સરસાઈ મેળવી લીધી છે. ભારતે પહેલી ઇનિંગમાં નોંધાવેલા 376 રનના જવાબમાં બાંગ્લાદેશની પહેલી ઇનિંગ માત્ર 149 રને સમેટાઈ જતાં ભારતને 227 રનની સરસાઈ મળી હતી. બાંગ્લાદેશની શકીબ અલ હસને સૌથી વધુ 32 રન નોંધાવ્યા હતા અને ભારત વતી જસપ્રિત બુમરાહે ચાર જ્યારે મહમંદ સિરાજ, આકાશદીપ અને રવિન્દ્ર જાડેજાએ દરેકે બે – બે વિકેટો ઝડપી હતી. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં ત્રણ વિકેટે 81 રન નોંધાવ્ય...

જુલાઇ 19, 2024 8:21 પી એમ(PM) જુલાઇ 19, 2024 8:21 પી એમ(PM)

views 21

મહિલા એશિયા કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે શ્રીલંકાના દાંબુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણયલીધો

મહિલા એશિયા કપ ટી-ટ્વેન્ટી ક્રિકેટમાં આજે શ્રીલંકાના દાંબુલામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઇ રહેલી મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલાં બેટીંગ કરવાનો નિર્ણયલીધો છે. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે પાકિસ્તાને....... ઓવરમાં........ વિકેટે....... રનનોંધાવ્યા છે.

જુલાઇ 19, 2024 3:14 પી એમ(PM) જુલાઇ 19, 2024 3:14 પી એમ(PM)

views 6

મહિલા એશિયા કપ ક્રિકેટ T20માં શ્રીલંકાના દામ્બુલામાં ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે

મહિલા એશિયા કપ ક્રિકેટ T20માં, વર્તમાન ચેમ્પિયન ભારત આજે શ્રીલંકાના દામ્બુલામાં ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની શરૂઆત ગ્રુપ-Aની ટીમો સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે આજે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે થશે, જ્યારે ભારત અને પાકિસ્તાનની મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7 વાગ્યે શરૂ થશે. ફાઇનલ મેચ 28મીએ રમાશે. એશિયા કપની આ આઠમી આવૃત્તિ છે, જેમાંથી સાતમાં ભારતનો વિજય થયો હતો.

જૂન 18, 2024 3:05 પી એમ(PM) જૂન 18, 2024 3:05 પી એમ(PM)

views 5

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી

I.C.C. T-20 ક્રિકેટ વિશ્વકપ માટે સુપર એઈટની ટીમો નક્કી થઈ ગઈ છે. નેપાળને હરાવી બાંગ્લાદેશ આ તબક્કામાં પસંદગી પામનારી અંતિમ ટીમ બની ગઈ છે. સુપર એઈટની મેચો આવતીકાલથી 25 જૂન દરમિયાન રમાશે. પ્રથમ જૂથમાં ભારત, ઑસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ છે. જ્યારે બીજા જૂથમાં અમેરિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટઈન્ડીઝ અને દક્ષિણ આફ્રિકા છે. સુપર એઈટની પ્રથમ મેચ આવતીકાલે અમેરિકા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. જ્યારે ભારતની આ તબક્કામાં પ્રથમ મેચ અફઘાનિસ્તાન સાથે 20મી જૂને રમાશે. આ તમામ મેચ વેસ્ટ ઈન્ડીઝમાં રમાશે. દરે...