માર્ચ 31, 2025 6:37 પી એમ(PM) માર્ચ 31, 2025 6:37 પી એમ(PM)

views 4

કેનેડાના ઓન્ટારિયોમાં સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ગયા સપ્તાહના અંતે બરફના તોફાનના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો

કેનેડાના ઓન્ટારિયોમાં સાડા ત્રણ લાખથી વધુ નાગરિકોને ગયા સપ્તાહના અંતે બરફના તોફાનના કારણે વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડ્યો હતો. સરકારના પર્યાવરણ વિભાગે આવતી કાલ સુધી ઓટાવા, ક્યુબેક તથા ઓન્ટારિયોના કેટલાંક ભાગોમાં બરફનાં કરા પડવાની અને બરફવર્ષાની ચેતવણી આપી છે. લાંબો સમય બરફવર્ષા ચાલુ રહેતાં ઓન્ટારિયોના ઓરિલિયા શહેરમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.

ફેબ્રુવારી 18, 2025 2:37 પી એમ(PM) ફેબ્રુવારી 18, 2025 2:37 પી એમ(PM)

views 7

કેનેડાના ટોરોન્ટોમાં મિનિયાપોલિસથી આવી રહેલું વિમાન લેન્ડિંગ દરમિયાન તૂટી પડયું

કેનેડાના ટોરોન્ટોમાં મિનિયાપોલિસથી આવી રહેલું વિમાન લેન્ડિંગ દરમિયાન તૂટી પડયું હતું. જોકે વિમાનમાં સવાર તમામ 80 મુસાફરો ચમત્કારિક રીતે બચી ગયા છે, જ્યારે 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ સમય દરમિયાન, ક્રૂ મેમ્બર્સે સતર્કતા દાખવી અને મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં મદદ કરી હતી. આ ઘટના અસામાન્ય હતી, કારણ કે મોટા પેસેન્જર વિમાનનું પલટી જવું દુર્લભ માનવામાં આવે છે. કેનેડિયન પરિવહન સુરક્ષા બોર્ડ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને રાષ્ટ્રીય પરિવહન સુરક્ષા બોર્ડ અકસ્માતની સંપૂર્ણ તપાસ કરશે. ડેલ્ટા ...

જાન્યુઆરી 17, 2025 6:37 પી એમ(PM) જાન્યુઆરી 17, 2025 6:37 પી એમ(PM)

views 6

કેનેડામાં નેપિયન મત વિસ્તારના ભારતીયમૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું

કેનેડામાં નેપિયન મત વિસ્તારના ભારતીયમૂળના સાંસદ ચંદ્રા આર્યાએ પ્રધાનમંત્રીની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું છે. કર્ણાટકનાટુમકુર જિલ્લાના વતની આર્યા ધારવાડથી એમબીએ થયા છે. તેમણે આ સપ્તાહના પ્રારંભમાંકેનેડાના પ્રધાનમંત્રીની સ્પર્ધામાં હોવાની જાહેરાત કરી હતી.તાજેતરમાં કેનેડાના પ્રધાનમંત્રીજસ્ટીન ટ્રુડોએ પદ છોડવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, નવા નેતાની પસંદગી નથાય ત્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી તરીકે કાર્યરત રહેશે.

નવેમ્બર 22, 2024 2:27 પી એમ(PM) નવેમ્બર 22, 2024 2:27 પી એમ(PM)

views 4

કેનેડાની સરકારે કેનેડામાં ગુનાઇત પ્રવૃત્તિઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ વચ્ચે જોડાણ અંગે ઔપચારિક રીતે સ્પષ્ટતા કરી

કેનેડાની સરકારે શુક્રવારે કેનેડામાં ગુનાઇત પ્રવૃત્તિઓ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, વિદેશમંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ વચ્ચે જોડાણ અંગે ઔપચારિક રીતે સ્પષ્ટતા કરી હતી. પ્રિવિ કાઉન્સિલના ડેપ્યુટી ક્લાર્ક અને કેનેડાના પ્રધાનમંત્રીના રાષ્ટ્રીય સલામતી અને ગુપ્તર સલાહકાર નાથાલી ડ્રોઉઇને એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેનેડામાં ગુનાઇત પ્રવૃત્તિઓને પ્રધાનમંત્રી અને વિદેશમંત્રીનું સમર્થન હોવાના કોઈ પુરાવા નથી અને તે માત્ર અટકળો જ છે. નિવેદનમાં જણાવાયું છે કે, કેનેડા સરકારે આવા કોઈ દાવ...