ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM)

views 4

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ ...

ડિસેમ્બર 25, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 25, 2024 7:36 પી એમ(PM)

views 5

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં આવતીકાલે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 27 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે, પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતના ભાગોમાં પહોંચશે, જેના કારણે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. તેમણે કહ્યું, આગામી 24 કલાક દરમિયાન એટલે કે, આવતીકાલે સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદન આગાહી છે. તેમજ આગામી ત્રણ દિવસ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.(બાઈટઃ રામાશ્રય ...