ફેબ્રુવારી 11, 2025 3:16 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 3:16 પી એમ(PM)

views 5

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-સીસીઆઇ દ્વારા બોટાદમાં કપાસની ખરીદી ફરી શરૂ કરવામાં આવી

કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા-સીસીઆઇ દ્વારા બોટાદમાં કપાસની ખરીદી ફરી શરૂ કરવામાં આવી છે. ગઈકાલે બપોર બાદ બંધ પડેલું સર્વર રાબેતા મુજબ શરૂ થતાં ખેડૂતોને જાણ કરીને ફરીથી કપાસ ખરીદી ચાલુ કરવામાં આવી છે.

જાન્યુઆરી 1, 2025 7:10 પી એમ(PM) જાન્યુઆરી 1, 2025 7:10 પી એમ(PM)

views 4

ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે કપાસની મોટી આવક થઈ

ઉનાવા માર્કેટ યાર્ડ ખાતે કપાસની મોટી આવક થઈ છે. ઉનાવા માર્કેટયાર્ડ ખાતે દૈનિક કપાસની ૧૦ થી ૧૨ ગાડીની આવક જોવા મળી છે. જેમાં મણના સરેરાશ ભાવ એક હજાર ૪૫૦ રૂપિયા સુધી રહ્યાં હતા. આજે યોજાયેલી હરાજીમાં નીચો ભાવ એક હજાર ૫૦૦ રૂપિયા ઉંચો ભાવ અને નીચો ભાવ રૂપિયા એક હજાર 350 સુધીનાં જોવા મળ્યો હતો. ઉનાવા એપીએમસીના ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, કપાસની આવકો મહેસાણા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી આવી રહી છે. કપાસની સીઝન એપ્રિલ મહિના સુધી જોવા મળશે.

નવેમ્બર 8, 2024 6:44 પી એમ(PM) નવેમ્બર 8, 2024 6:44 પી એમ(PM)

views 10

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીમાં આજથી કપાસની ખરીદીનો આરંભ થયો

છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીમાં આજથી કપાસની ખરીદીનો આરંભ થયો હતો. બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં માર્કેડ યાર્ડમાં આજે જલારામ જ્યંતીનાં દિવસે ખેડૂતો પાસેથી કપાસ ખરીદવામાં આવ્યો હતો. ચાલુ વર્ષે વધુ વરસાદ થી કપાસ નાં પાક ને નુકશાન થતાં કપાસ નું ઉત્પાદન મોડું અને ઓછું થયું છે બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માં આજે ત્રણ જેટલાં વાહનો, કપાસ લઇ ને આવ્યા હતાં, આ કપાસનું એ પી એમ સી નાં ચેરમેન દ્વારા પૂજન કરાયું હતું. આજે શરૂ થયેલ કપાસ ની હરાજી માં ૭ હજાર ૫૫૦ થી શરૂ થઇ ને ૭હજાર ૫૭૫ નાં ભાવે કપાસન...

સપ્ટેમ્બર 17, 2024 3:13 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 3:13 પી એમ(PM)

views 6

વિસનગર માર્કેટયાર્ડમાં નવી સિઝનનાં કપાસનાં પાકની આવક શરૂ થઈ

વિસનગર માર્કેટયાર્ડમાં નવી સિઝનનાં કપાસનાં પાકની આવક શરૂ થઈ ગઈ છે. 801 થી લઈ 1921 રૂપિયાનાં પ્રતિ મણનાં ભાવે 241 241 મણ કપાસની આવક થઈ હતી. વિસનગરના ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેડૂતો કપાસના પાકને વેચવા આવી રહ્યા છે. ધીરે ધીરે કપાસની આવકમાં વધારો જોવા મળશે.

ઓગસ્ટ 9, 2024 7:32 પી એમ(PM) ઓગસ્ટ 9, 2024 7:32 પી એમ(PM)

views 5

ચોમાસામાં કપાસના ઊભા પાકમાં થતી ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક નિયંત્રણના ઉપાયો સૂચવવામાં આવ્યા

ચોમાસામાં કપાસના ઊભા પાકમાં થતી વિવિધ પ્રકારની ઇયળના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેતીવાડી વિભાગ દ્વારા કેટલાક નિયંત્રણના ઉપાયો સૂચવવામાં આવ્યા છે. લીલી ઇયળ કપાસના છોડની ટોચ પરનાં કુમળા ભાગ પર ઈંડા મૂકતી હોઇ, આવા ટોચના પાન ઉપર મુકાયેલા ઈંડા સહિતના પાન વીણી લેવા તેમજ ફુલોમાં ૫ થી ૧૦ ટકા જેટલું નુકશાન જોવા મળે તો લીંબોળીના મીંજમાંથી બનાવેલ દ્રાવણનો છંટકાવ કરવા સૂચના અપાઈ છે. ગુલાબી ઇયળના નિયંત્રણ માટે પાકના ૧૨૦ થી ૧૫૦ દિવસે નુક્શાન મુજબ સાયપર મેથ્રીન૧૦ ઇસી અથવા ફેન્વલરેટ ૨૦ ઇસી અથવા લેમ્ડા સાયહેલોથ્રીન ...