ઓક્ટોબર 24, 2024 1:51 પી એમ(PM) ઓક્ટોબર 24, 2024 1:51 પી એમ(PM)
3
ગંભીર ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે
પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું ગંભીર ચક્રવાત 'દાના' આજે મોડી રાત્રે ભીતરકણિકા અને ધામરા વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના સ્પર્શે તેવી શક્યતા છે.હવામાન વિભાગએ રાજ્યમાં તેની વ્યાપક અસર સાથે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરી છે.આવતી કાલે વહેલી સવાર સુધી વાવાઝોડું ત્રાટકવાની પ્રક્રિયા ચાલુ રહેશે.ગંભીર ચક્રવાત હાલ, ઓડિશાના કાંઠાનાં પારાદીપથી 210 કિલોમીટર અને ધામરાથી 240 કિલોમીટર દૂર છે અને તે બંગાળની ખાડીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.ઓડિશાના કેન્દ્રા...