માર્ચ 2, 2025 7:18 પી એમ(PM) માર્ચ 2, 2025 7:18 પી એમ(PM)

views 7

અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું.

અરવલ્લીના મોડાસામાં ટ્રાફિક સિગ્નલનું લોકાર્પણ કરાયું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ અને ASP સંજય કેશવાલા ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્ય પાંચ રસ્તા પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા અંગે ઉચ્ચકક્ષા સુધી રજૂઆતો કરાઇ હતી. ત્યારે હવે ટ્રાફિક સિગ્નલ શરૂ થતાં વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાથી મુક્તિ મળશે તેમ નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠે જણાવ્યું.

ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM) ફેબ્રુવારી 7, 2025 2:53 પી એમ(PM)

views 13

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો

અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ગંદકી દૂર કરવા જિલ્લા પંચાયત દ્વારા હેલ્પલાઈન નંબર શરૂ કરાયો છે. ક્યાંય પણ ગંદકી જોવા મળે તો વ્હોટ્સએપ નંબર 82 38 33 15 15 ઉપર ફોટો મોકલી શકાશે. આ અંગે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી દીપેશ કેડિયાએ માહિતી આપી.

ડિસેમ્બર 12, 2024 6:16 પી એમ(PM) ડિસેમ્બર 12, 2024 6:16 પી એમ(PM)

views 8

અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે

અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે. હાલ ખેડૂતોએ બટાકા તેમજ ઘઉંના પાકનું વાવેતર કર્યું હોવાથી તેમની માંગ મુજબ,મોડાસાના માઝમ, શામળાજીના મેશ્વો, માલપુરના વાત્રક સહિતના જળાશયોમાંથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ છે. સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોને લાભ થશે.

નવેમ્બર 28, 2024 7:22 પી એમ(PM) નવેમ્બર 28, 2024 7:22 પી એમ(PM)

views 5

અરવલ્લી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાઇ ગયો

અરવલ્લી જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમ યોજાઇ ગયો. મોડાસા ખાતે કાર્યક્રમ અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં પોલીસ વિભાગ, વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો જોડાયા હતા. જિલ્લા કલેક્ટર દ્વારા જાગૃતિ માટે કાર્યક્રમને પ્રોત્સાહન આપવામાં આવ્યું, તેમજ પોલીસ વિભાગને આવા કાર્યક્રમો થકી લોકજાગૃતિ માટેના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા હતા .આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા શૈફાલી બરવાલ, અન્ય પદાધિકારી ઓ તેમજ ...

ઓગસ્ટ 23, 2024 8:52 એ એમ (AM) ઓગસ્ટ 23, 2024 8:52 એ એમ (AM)

views 9

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાની હેન્ડબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. કે. એન. શાહ હાઇસ્કુલના મેદાનમાં આયોજિત આ ટુર્નામેન્ટમાં અંદાજે ૨૦થી વધારે ટીમ જોડાઈ છે, જેમાં વિજેતા થયેલ ખેલાડીઓની રાજ્યકક્ષાએ પસંદગી કરાશે.

ઓગસ્ટ 16, 2024 4:18 પી એમ(PM) ઓગસ્ટ 16, 2024 4:18 પી એમ(PM)

views 7

અરવલ્લી જિલ્લાના ડીએલએલએસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ

અરવલ્લી જિલ્લાના ડીએલએલએસ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની હોકી સ્પર્ધા યોજાઈ હતી... સ્પૉર્ટ્સ ઑથોરિટી ઑફ ગુજરાત અને રમતગમત અધિકારીની કચેરી અને અરવલ્લી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ હોકી સ્પર્ધા યોજવામાં આવી હતી... આ સ્પર્ધામાં 14, 17 અને 19 વર્ષની વયના નીચેના ભાઈઓ બહનોની ટીમોએ ભાગ લીધો હતો... મોડાસા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર દેવેન્દ્ર મીણાએ ટોસ ઉછાળી રમતની શરૂઆત કરવાની હતી....આ પ્રસંગે રમતગમત અધિકારી પ્રકાશ કલાસવા સહિત રમતગમત સાથે જોડાયેલા કોચ ઉપસ્થિત રહ્યા હતા.. જિલ્લા કક્ષાની રમતમાં સારૂ પ્રદર્...

ઓગસ્ટ 8, 2024 5:13 પી એમ(PM) ઓગસ્ટ 8, 2024 5:13 પી એમ(PM)

views 9

અરવલ્લી જિલ્લા અદાલતે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇને લાંચ રૂશ્વત કેસમાં બે વર્ષની સજા કરી

અરવલ્લી જિલ્લા અદાલતે ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઇને લાંચ રૂશ્વત કેસમાં બે વર્ષની સજા કરી છે.. એએસઆઇ પર વર્ષ ૨૦૧૧માં, ફરિયાદી પાસે લાંચ માંગ્યાનો તેમની પર આક્ષેપ હતો. આ મામલે ફરિયાદીએ ફરિયાદ કરતાં ACBએ એએસઆઈને લાંચ લેતા પકડ્યા હતા. આ અંગે સરકારી વકીલ જે.એસ.દેસાઈએ વધુ વિગતો આપી..