નવેમ્બર 9, 2024 10:14 એ એમ (AM) નવેમ્બર 9, 2024 10:14 એ એમ (AM)

views 12

અમદાવાદમાં આજથી ડાંગની જડીબુટ્ટીઓ દ્વારા 10 રોગના નિવારણ માટે સારવાર

અમદાવાદ ખાતે આજથી ડાંગની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા ૧૦ જેટલા રોગ નિવારણ માટે અંદાજે ૧૩૩ જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો સારવાર આપશે. ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે અમદાવાદ હાટ- વસ્ત્રાપુર ખાતે આજથી ૧૪ નવેમ્બર દરમિયાન ‘પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ’ મેળો યોજાશે. આ મેળામાં અંદાજે ૧૦૦ જેટલા સ્ટોલ શરૂ કરાશે. આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા એવા બિરસા મુંડાની 15મી નવેમ્બરના રોજ ૧૫૦મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેના ભાગરૂપે પરંપરાગત આદિવાસી ઔષધિય ચિકિત્સા પદ્ધતિ’ને પ્રોત્સાહિત કરવા આ મ...