ઓક્ટોબર 30, 2024 9:54 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 9:54 એ એમ (AM)

views 4

ગ્રામ પંચાયતો ખાતેથી મળતી નિઃશુલ્ક વાય-ફાય ઇન્ટરનેટ સુવિધાની મર્યાદા વધારીને એક કલાક કરાઈ

રાજ્ય સરકારે ગ્રામ પંચાયતો ખાતેથી મળતી નિઃશુલ્ક વાય-ફાય ઇન્ટરનેટ સુવિધાની મર્યાદા વધારીને એક કલાક કરી છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગની એક યાદીમાં જણાવાયું છે કે, રાજ્યભરમાં અંદાજે આઠ હજાર ગ્રામ પંચાયતો ખાતેથી વિલેજ વાય-ફાય પ્રૉજેક્ટ અંતર્ગત નાગરિકોને હાલમાં વાય-ફાય મારફતે 30 મિનિટ નિઃશુલ્ક ઇન્ટરનેટની સુવિધા મળે છે. હવે આ સમયમર્યાદા વધારીને એક કલાક કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા અનુસાર, હાલમાં તમામ ગ્રામ પંચાયતોને ભારતનેટ પ્રૉજેક્ટ હેઠળ ઇન્ટરનેટની સુવિધા આપવામાં આવી રહી છે. ગ્રામ પંચાયતના નજ...