ઓક્ટોબર 27, 2024 9:11 એ એમ (AM)

views 46

ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય

પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝનની પોરબંદર-કોચ્ચુવેલી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન નં. 20910ના પ્રસ્થાનનો સમય બદલવાનો નિર્ણય કર્યો છે. ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું કે, આ સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન નં. 20910ની ઝડપ વધારવા માટે સાત નવેમ્બરથી ઉપડવાનો નિર્ધારીત સમય સાંજના 6.40 કલાકને બદલે 6.55 કલાક કરાયો છે. ટ્રેન 15 મિનિટ મોદી ઉપડ્યા બાદ પણ પોતાના ગંતવ્ય સ્થાને નિર્ધારિત સમયે જ પહોંચી જશે. તેથી મુસાફરોનો 15 મિનિટનો સમય બચશે. આ ટ્રેનની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in વે...

સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)

views 30

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

જુલાઇ 27, 2024 9:26 એ એમ (AM)

views 29

પશ્ચિમ રેલવે બે ગણપતિ મહોત્સવ સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડાવશે

પશ્ચિમ રેલવે દ્વારા ગણપતિ મહોત્સવ દરમિયાન અમદાવાદથી કુડાલ અને અમદાવાદથી મેંગલુરુ સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર બે સાપ્તાહિક વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના જણાવ્યા મુજબ, અમદાવાદ–કુડાલ સાપ્તાહિક સ્પેશિયલ 3, 10 અને 17 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સવારે સાડા નવ વાગ્યે ઉપડશે. જ્યારે કુડાલ-અમદાવાદ સાપ્તાહિક સ્પેશિયલ 4, 11 અને 18 સપ્ટેમ્બરનાં રોજ કુડાલથી સવારે 4.30 કલાકે ઉપડશે. તો અમદાવાદ–મેંગલુરુ સાપ્તાહિક સ્પેશિયલ 6, 13 અને 20 સપ્ટેમ્બરનાં રોજ અમદાવાદથી સાંજે ચાર કલાકે ઉપડશે. અને મેંગલુરુ-અમદ...