સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM) સપ્ટેમ્બર 11, 2024 10:44 એ એમ (AM)

views 9

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે રાજસ્થાન, મધ્યપ્રદેશ, વિદર્ભ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ અને નજીકનાં વિસ્તારોમાં હવાનું હળવું દબાણ ઉત્તર મધ્યપ્રદેશનાં મધ્ય ભાગો અને ઉત્તરપ્રદેશમાં દબાણમાં પરિવર્તિત થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી છ દિવસ માટે આસામ, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. 14 સપ્ટેમ્બર સુધી નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને બિહારમાં આવી જ સ્થિતિ પ્રવર્તવાની સંભાવના છે.

ઓગસ્ટ 28, 2024 11:44 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 11:44 એ એમ (AM)

views 17

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન દેશનાં પશ્ચિમ, મધ્ય અને તટીય ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દેશનાં ઉત્તર પશ્ચિમી ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. અમારા પ્રતિનિધી જણાવે છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે દબાણ પશ્ચિમ દિશામાં જઈ રહ્યું છે, જે આવતી કાલ સવાર સુધીમાં સૌરાષ્ટ્ર અને કચ્છના મેદાની અને દરિયાઇ વિસ્તારોમાં પ્રવેશીને પાકિસ્તાન તથા ઉત્તરપૂર્વીય અરબી સમુદ્રમાં પહોંચે તેવી સંભાવના છે. આને કારણે 31 ઓગસ્ટ સુધી ગુજરાત, સૌરા...

ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM) ઓગસ્ટ 28, 2024 8:53 એ એમ (AM)

views 9

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં આજે પણ મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

મધ્ય પ્રદેશ ઉપર બનેલા ડીપ ડિપ્રેશનને પગલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ વચ્ચે આજે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે રાજ્યના જે જિલ્લાઓમાં રેડ અલર્ટ જાહેર કરાયું છે, તેમાં ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપરુ, ડાંગ, તાપી, સુરત, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા...

ઓગસ્ટ 12, 2024 10:57 એ એમ (AM) ઓગસ્ટ 12, 2024 10:57 એ એમ (AM)

views 2

હવામાન વિભાગે પૂર્વ રાજસ્થાન, આસામ, મેઘાલય અને બિહારમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, આસામ,મેઘાલય અને બિહારમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન કેરળ, માહે, તમિલનાડુ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. ઉપરાંત પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ વરસાદની અને અઠવાડિયા દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના ભારતના મેદાનો પર છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM) જુલાઇ 20, 2024 9:00 એ એમ (AM)

views 11

સૌરાષ્ટ્રમાં મુશળધાર વરસાદઃ પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ, કલ્યાણપુરમાં 18 ઇંચ

રાજ્યમાં છેલ્લાં બે દિવસથી સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. પોરબંદરમાં 24 કલાકમાં 22 ઇંચ અને કલ્યાણપુરમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓમાં છેલ્લાં બે દિવસથી ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. શુક્રવારે સવારે છ વાગ્યાથી સાંજનાં આઠ વાગ્યા સુધીમાં 103 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ 12 ઇંચ વરસાદ દેવભૂમિ દ્વારકામાં અને આઠ ઇંચ વરસાદ પોરબંદરમાં પડ્યો હતો. આ બંને જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા અ...

જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM) જુલાઇ 16, 2024 10:50 એ એમ (AM)

views 8

સુરતના ઉમરપાડામાં 14 ઇંચ સહિત રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો

રાજ્યના હવામાન વિભાગે આજે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, તેમજ દાદારનગર અને હવેલીમાં રેડ અલર્ટની સ્થિતિ છે. જયારે આવતીકાલે આ જિલ્લાઓમાં ભારે વરસાદના જોતા ઑરેન્જ અલર્ટ જાહેર છે. આજથી બે દિવસ દક્ષિણ ગુજરાત ઉપરાંત ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણઁદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, ગાંધીનગર, અરવલ્લી, ખેડામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ...

જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM) જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM)

views 13

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટ અપાયું છે ઘણા સ્થળોએ વાહનવ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઇ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આજે વરસાદગ્રસ્ત જિલ્...

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM) જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 3

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...

જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM) જુલાઇ 5, 2024 10:02 એ એમ (AM)

views 3

રાજ્યનાં 100થી વધુ તાલુકાઓમાં વરસાદઃ દાંતામાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

છેલ્લાં પાંચ દિવસથી રાજ્યનાં મોટાં ભાગનાં વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલે રાજ્યનાં 100થી વધુ તાલુકમાં વરસાદી માહોલ રહ્યો હતો. બનાસકાંઠાના દાંતામાં સવારના છ વાગ્યાથી 10 વાગ્યા સુધીનાં માત્ર ચાર કલાકમાં 8 ઇંચ વરસાદ પડતાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ હતી. પંચમહાલ જિલ્લાના શહેરામાં ગઇ કાલે સાંજે છથી આઠ દરમિયાન અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરની યાદી પ્રમાણે ગઇ કાલે સવારે 6 વાગ્યાથી રાત્રિનાં આઠ વાગ્યા સુધી તિલકવાડા, પંચમહાલ અને વડગામ તાલુકામાં અઢી ઇં...