ડિસેમ્બર 28, 2024 9:00 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 9:00 એ એમ (AM)

views 4

આજે રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. જોકે, ગઈકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું 11 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન કચ્છના નલિયામાં નોંધાયું હતું. જ્યારે ભુજમાં 12, કંડલાના હવાઈમથક, રાજકોટ, અને અમરેલી અને જુનાગઢના કેશોદમાં 14, કંડલા બંદર પર 15 અને અમદાવાદમાં 19 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન ...

ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM) ડિસેમ્બર 27, 2024 8:56 એ એમ (AM)

views 6

અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ : ત્રણ દિવસ વરસાદની આગાહી

ગુજરાતના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં મોડી સાંજથી વહેલી સવારે વરસાદના હળવાથી મધ્યમ ઝાપટા પડ્યા છે. આ સાથે જ હજુ પણ બે થી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાત સહિત અમુક જિલ્લામાં આજે પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરાઈ છે. આજે સવારથી જ અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. આ સાથે જ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વહેલી સવારથી ધુમ્મસ અને વાદળ છાયું વાતાવરણ ...

ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM) ઓક્ટોબર 14, 2024 9:53 એ એમ (AM)

views 14

ભરૂચમાં વીજળી પડતાં ચાર વ્યક્તિના મોત : ચાર ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લામાં વિજળી પડવાની બે અલગ અલગ ઘટનામાં ચાર વ્યક્તિના મોત થયા છે. ભરૂચ તાલુકાના પાદરીયા ગામમાં વીજળી પડવાથી ત્રણ વ્યક્તિના મોત થયાં છે. પાદરીયા ગામમાં લારી પર ઉભેલા પાંચ વ્યક્તિ પર વીજળી પડતા ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બે ગંભીર રીતે દાઝી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે અન્ય એક ઘટનામાં હાસોટ તાલુકાના આલિયાબેટ ખાતે પણ માછીમારી કરવા ગયેલા ચાર આદિવાસી યુવકો પર વીજળી પડવાથી એક આદિવાસી યુવાનનું ઘટના સ્થળે મોત નીપજ્યું હ...

ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM) ઓક્ટોબર 13, 2024 11:46 એ એમ (AM)

views 18

રાજ્યમાં બે દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ  માહોલ છવાયો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં સર્જાયેલી સિસ્ટમના પગલે રાજ્યમાં બે દિવસ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર - કચ્છના દરિયાઈ વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં બે દિવસ દરમ્યાન મધ્યમ વરસાદ પડવાની આગાહી  છે. રાજ્યમાં વાદળછાયા વાતાવરણના કારણે તાપમાનમાં ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. આ દરમિયાનમાં ગાંધીનગર તેમજ અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસા...

ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM) ઓક્ટોબર 3, 2024 10:42 એ એમ (AM)

views 17

હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે.

રાજ્યમાં નવરાત્રીના પ્રારંભ સાથે ગરમીનો પારો ઉપર જઈ શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી સપ્તાહે રાજ્યમાં તપામાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગીજવીજ સાથે વળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર સોમનાથના કેટલાક ભાગોમં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. એ સિવાય રાજ્યના બાકીના જિલ્લાઓમા હવામાન સૂકું રહેશે. બીજી તરફ ગત મોડી સાંજે તાપી અને અમરેલી જિલ્લાના મુખ્ય મથક વ્યારામાં ધોધ...

ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM) ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM)

views 15

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, તટિય કર્ણાટક અને કરાઈકલમાં 5મી ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન બિહારમાં, રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદને પગલે 16 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ પવર્તિ રહી છે. પૂરના કારણે 12 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સીતામઢી અને દરભંગાએ સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લા છે.

સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM) સપ્ટેમ્બર 30, 2024 10:09 એ એમ (AM)

views 15

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી : વડોદરામાં શાળાઓ બંધ

હવામાન વિભાગે રાજ્યના કેટલાક જિલ્લાઓમા ભારે વરસાદને પગલે યલો અલર્ટ જાહેર કર્યું છે. જે અનુસાર ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપરુ, નર્મદા, ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, તેમજ છોટાઉદેપરના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરા નગર હવેલીના અંતરિયાળ ભાગો...

સપ્ટેમ્બર 22, 2024 8:47 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 8:47 એ એમ (AM)

views 10

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABARDના આર્થિક સહયોગથી અને દીપક ફાઉન્ડેશન અને સંરક્ષણ જળસ્ત્રાવ વિકાસ સમિતિ, કુકરદાના સહયોગથી ચાલી રહ્યો છે. પ્રોજેક્ટ હેઠળ કુકરદા, તરોલ, પિસાયતા અને સાંકળ ગામોમાં સહિયારી અને ખાનગી જમીનના ધોવાણ અટકાવવા ...

સપ્ટેમ્બર 19, 2024 9:54 એ એમ (AM) સપ્ટેમ્બર 19, 2024 9:54 એ એમ (AM)

views 16

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 24 સપ્ટેમ્બર સુધી આસામ, મેઘાલય અને નાગાલેન્ડ સહિતના રાજ્યો અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઇ છે. દરમિયાન કોંકણ અને ગોવામાં હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન દિલ્હી અને આસપાસનાવિસ્તારોમાં ગઈ મોડી રાતથી હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે.

સપ્ટેમ્બર 18, 2024 9:42 એ એમ (AM) સપ્ટેમ્બર 18, 2024 9:42 એ એમ (AM)

views 17

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગે મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અન રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ઉપરાંત હરિયાણા, ચંદીગઢત, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરાઅને આંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં 60 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ફૂંકાતા પવનો આજ સાંજ સુધી નબળા પડશે.