જુલાઇ 15, 2024 9:23 એ એમ (AM)

views 19

કેરળમાં અનરાધાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ

સમગ્ર કેરળમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ છે.. રાજ્યના ઉત્તરીય ભાગોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.. આકાશવાણીના તિરુવનંથપુરમના સંવાદદાતા મયુષાના જણાવ્યા અનુસાર મલપ્પુરમ, કન્નુર અને કાસરગોડ જિલ્લાઓમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયુ છે. જ્યારે એર્નાકુલમ, થ્રિસુર, પલક્કડ, કોઝિકોડઅને વાયનાડ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ તથા પહાડી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઇ એલર્ટ અપાયું છે ઘણા સ્થળોએ વાહનવ્યવહાર અને વીજ પુરવઠાની વ્યવસ્થા ખોરવાઇ છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને, અધિકારીઓએ આજે વરસાદગ્રસ્ત જિલ્...

જુલાઇ 12, 2024 9:59 એ એમ (AM)

views 12

આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી

રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત છે. ગત ચોવીસ કલાકમાં સુરતના કામરેજમાં, વલસાડ જિલ્લાના ઉમરગામમાં તથા આણંદના બોરસદ ખાતે સૌથી વધુ 3 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ, અમદાવાદ, અમરેલી, સુરત, નવસારી, વડોદરામાં, અંદાજિત દોઢથી સવા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણા, પંચમહાલ, ગીર સોમનાથ અને છોટાઉદેપુર ખાતે સૌથી ઓછો વરસાદ હોવાના અહેવાલો છે, તો ગઇકાલે ભાવનગરના પાલીતાણા પંથકના ઘોઘામાં વીજળી પડતા એક મહિલાનું મોત નીપજ્યું છે. ઘોઘા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી ...

જુલાઇ 8, 2024 10:14 એ એમ (AM)

views 39

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા

ઉત્તર પ્રદેશમાં ગઈકાલે પડેલા ભારે વરસાદ બાદ અનેક જિલ્લાઓ જળમગ્ન બન્યા છે. છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં પૂરને પગલે 12 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યના અનેક ભાગોમાં ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર અસરગ્રસ્તોને તાત્કાલિક મદદ તેમજ રાહત આપવા આદેશ કર્યો છે. ઉત્તર પ્રદેશ આકાશવાણીના અમારા સંવાદદાતા જણાવે છે કે ભારે વરસાદને પગલે શારદા, રાપ્તી, ગંડક અને ઘાઘરા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નેપાળમાં ભારે વરસાદને પગલે લખીમપુરીમાં શારદા નદીમાં મોટાપાયે પાણીની આવક થઈ છે, જેથી કાં...