ડિસેમ્બર 28, 2024 5:40 પી એમ(PM)

views 13

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન 2 થી 6 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટ્યું છે. કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન એકાએક તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો છે. કચ્છના નલિયામાં સામાન્ય રીતે સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાતું હોય છે, પરંતુ આ વર્ષે લઘુત્તમ તાપમાનનો પારો પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યો હતો 24 કલાક દરમિયાન આ વર્ષનું સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ફક્ત 24 જ કલાકમાં નલિયાના લઘુત્તમ તાપમાનનો પારો છ ડિગ્રી સેલ્સિયસ કરતા પણ વધુ ઘટીને ગત રાત્રી દરમ...

ડિસેમ્બર 28, 2024 3:02 પી એમ(PM)

views 13

રાજ્યમાં વરસાદની શક્યતા, નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. દરમિયાન નલિયામાં આજે આ વર્ષનું સૌથી નીચું તાપમાન 4.2 ડિગ્રી નોંધાયું હતું. જયારે જીલ્લા મથક ભુજમાં પણ તાપમાનનો પારો નીચે ઉતરીને 9.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. અતિશય ઠંડી સાથે પ્રતિકલાક સાતથી આઠ કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવનના ઠારના મારથી લોકો દિવસે પણ ગરમ વસ્ત્રોનો આશરો લેવા મજબુર બન્યા છે. દરમ્યાન, રાજ્યની સાથે કચ્છમાં પણ હવામાન વિભાગ તરફથી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા તેનાથી રક્ષણ માટે કચ્છમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્...

ડિસેમ્બર 28, 2024 1:40 પી એમ(PM)

views 13

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આજે વરસાદની સંભાવના

ગુજરાત, મહારાષ્ટ્ર, મરાઠવાડા સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં અને રાજસ્થાન, વિદર્ભમાં આજે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે કરાં પડવાની સંભાવના છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઝારખંડમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી મોડી રાત અને સવારના સમયે ગાઢ ધુમ્મસ રહેવાની આગાહી છે. દરમિયાન રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ થતાં ઠંડીમાં વધારો નોંધાયો છે. હવામાન વિભાગે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના નોઈડા, ગુરુગ્રામ અને અન્ય સ્થ...

ઓક્ટોબર 11, 2024 6:43 પી એમ(PM)

views 25

આગામી દિવસો દરમિયાન રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં છુટાછવાયા વિસ્તારોમાં આગામી દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાત અને કેન્દ્ર શાસિત દીવ, દમણ અને દાદરાનગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, ભાવનગર , અણરેલી જૂનાગઢમાં છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે રવિવારે 13મી ઓક્ટોબરના રોજ કચ્છ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ અને મહેસાણા સિવાય તમામ વિસ્તારોમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ઓક્ટોબર 11, 2024 6:27 પી એમ(PM)

views 13

દીવ: ખરાબ વાતાવરણના કારણે વણાકબારાના દરિયામાં બોટની જળસમાધિ

કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારાના દરિયામાં એક બોટે ખરાબ વાતાવરણના કારણે મધદરિયે જળસમાધિ લીધી હતી. મધદરિયે 40 થી 45 કિ.મી દુર જળસમાધિ લીધી હતી, અને બોટ માલિકને લાખનું નુકસાન થયુ છે. દરિયામાં રહેલી અન્ય બોટના અન્ય ખલાસીઓએ દેવસાગર બોટના માછીમારે બચાવીને સહી સલામત વણાકબારા જેટી પર લાવ્યા હતા. આ બોટના માલિક ચંદ્રકાંત ટંડેલે બોટ એસોશિએશનના પ્રમુખ ભાવેશ સિકોતરીયાને રજૂઆત કરતાં તેમણે તંત્ર સમક્ષ સહાયની માંગણી કરી હતી.