જુલાઇ 31, 2024 8:08 પી એમ(PM) જુલાઇ 31, 2024 8:08 પી એમ(PM)
7
કેરળના વાયનાડમાં ભૂસ્ખલન હોનારતમાં મૃત્યુઆંક વધીને 200થી વધુ થયો
કેરળના વાયનાડ જિલ્લામાં ભૂસ્ખલન હોનારતનો મૃત્યુઆંક 200થી વધુ થયો છે. સૈન્ય, NDRF તેમજ SDRFની ટુકડીઓએ સાથે મળીને અંદાજે એક હજારથી વધુ લોકોને બચાવ્યા છે. અમારા આકાશવાણી સંવાદદાતા જણાવે છે કે વાયનાડ જિલ્લાના ચુરામાલા અને મુંડાકઈમાં ભૂસ્ખલનની ઘટનાઓ બની હતી. બચાવ ટુકડીઓએ આજે વધુ કેટલાક મૃતદેહો બહાર કાઢ્યા હતા. જોકે હજી પણ 190થી વધુ લોકો ગૂમ છે, જેને પગલે મૃત્યુઆંક વધવાની શક્યતા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર અંદાજે 190 લોકો જુદી જુદી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. અંદાજે 3000 જેટલા નાગરિકોએ વાયનાડમાં ઉભ...