મે 26, 2025 10:54 એ એમ (AM) મે 26, 2025 10:54 એ એમ (AM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યમાં 82 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોની ભેટ આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસ રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. દરમિયાન તેઓ દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં 82 હજાર 950 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કચ્છના ભુજમાં અંદાજે 53 હજાર કરોડ રૂપિયાથી વધુના 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી મોદી આજે કંડલા પૉર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સૉલાર પ્લાન્ટ્સ, પાવર ટ્રાન્સમિશન અને માર્ગ મકાનના વિકાસકાર્યોની ભેટ આપશે. ઉપરાંત તેઓ ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, પાણી પૂરવઠા વ...