ઓક્ટોબર 11, 2024 6:32 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 6:32 પી એમ(PM)
22
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન
ગુજરાતની વિકાસ યાત્રાના 23 વર્ષની ઉજવણી નિમિતે વિકાસ સપ્તાહની ઉજવણી 15 ઓક્ટોમ્બર 2024 સુધી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યા છે તે અંતર્ગત જામનગર જિલ્લમાં ભૂચર મોરી ખાતે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહને અનુલક્ષીને યોજાયેલી પદયાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ, અગ્રણીઓ તેમજ અધિકારીઓએ વિકાસ શપથ લીધા હતા અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં રાજ્યકક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમ માં કુલ 58.21 કરો...