ડિસેમ્બર 14, 2024 1:49 પી એમ(PM)

views 12

લોકશાહી માત્ર પ્રણાલીઓ પર જ નહીં પરંતુ મૂળ મૂલ્યો પર આધારિત: ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે કહ્યું હતું કે, ભારતીય લોકશાહી અભિવ્યક્તિ અને સંવાદના સંતુલન પર કેન્દ્રિત હોવી જોઈએ. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે લોકશાહી માત્ર પ્રણાલીઓ પર જ નહીં પરંતુ મૂળ મૂલ્યો પર આધારિત છે. નવી દિલ્હીમાં ભારતીય પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન એકાઉન્ટ્સ અને ફાઇનાન્સ સર્વિસના 50મા સ્થાપના દિવસ કાર્યક્રમને સંબોધિત કરતી વખતે ઉપરાષ્ટ્રપતિએ આ પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, અભિવ્યક્તિ અને સંવાદ એકબીજાના પૂરક છે અને બંને વચ્ચે સંવાદિતા એ સફળતાની ચાવી છે.

નવેમ્બર 9, 2024 1:06 પી એમ(PM)

views 18

ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુભેચ્છાઓ પાઠવી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, હિમાલયના ઉચ્ચ શિખરોથી લઈને માતા ગંગાના પવિત્ર કિનારા સુધી, દેવભૂમિ ઉત્તરાખંડ શરૂઆતથી જ સુંદરતા અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી હતી કે રાજ્ય ભવિષ્યમાં સમૃદ્ધ થાય અને પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના ક્ષેત્રમાં ઉત્તરાખંડની મહત્વપૂર્ણ સિદ્ધિઓની પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં અગ્રે...