જાન્યુઆરી 15, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:26 પી એમ(PM)
4
રાજ્યભરમાં ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ જોવા મળ્યો
રાજ્યભરમાં આજે ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ સારો એવો જોવા મળ્યો હતો. સારા પવનનાં કારણે વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ રસીકોએ પતંગ ઉડાવવીને આનંદ કર્યો હતો. વહેલી સવારથી જ કાપ્યો છે.... અને લપેટ.. જેવા શબ્દો સાંભળવામાં મળ્યાં હતાં. ભાવનગરમાં પતંગરસિકો ધાબા પર ચઢીને મ્યુઝિક મસ્તી સાથે ઉધીયું, પુરી, શેરડી-બોર, ચીક્કી આરોગીને હર્ષોલ્લાસ કરતાં હતાં. તો બીજી તરફ ઈડરનાં સિયાસણ ઝુમસર ગામનાં આદિવાસીઓએ દેવચકલીનું પૂજન કરીને ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરી હતી. જૂની પરંપરા મુજબ આસપાસન...