ઓક્ટોબર 27, 2024 8:49 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 8:49 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવશે, જ્યાં તેઓ કેટલાકં પ્રોજેક્ટ્સનાં લોકાર્પણ અને શિલારોપણ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાન્ચેઝ આવતી કાલે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસ ખાતે C-295 વિમાનનાં ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પલેક્સનું ઉદઘાટન કરશે. ભારતમાં લશ્કરી વિમાનનાં ઉત્પાદન માટેની ખાનગી ક્ષેત્રની આ પ્રથમ એસેમ્બલી લાઇન છે. ઉડ્ડયન ક્ષેત્રમાં આ મહત્વની મેક ઇન ઇન્ડિયા પહેલ છે. ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ સ્પેનની એરબસ સાથે મળીને આ...

ઓક્ટોબર 11, 2024 6:45 પી એમ(PM) ઓક્ટોબર 11, 2024 6:45 પી એમ(PM)

views 15

રણજી ટ્રોફી: બરોડા અને મુંબઇ વચ્ચે મેચ, બરોડાની ટીમે 241 રન કર્યા

રણજી ટ્રોફીની સિઝનનો આજથીપ્રારંભ થયો છે.જેમાં વડોદરા ખાતે મુંબઇ અને બરોડા, સૌરાષ્ટ્ અને તામિલનાડુ તેમજ ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે મેચ શરૂ થઇ છે. રણજી ટ્રોફીની ઇલાઇટ ગૃપ એની મેચ વડોદરા ખાતે બરોડા અને મુંબઇ વચ્ચે રમાઇ રહી છે. ચાર દિવસની આ મેચના પ્રથમ દિવસેબરોડાની ટીમે છ વિકેટ ગુમાવીને 241 રન કર્યા હતા.બ રોડાની ટીમે ટોસ જીતીને પહેલાબેટીંગ પસંદ કરી હતી. બરોડાની ટીમ વતી સૌથી વધુ 86 રન મહેશ પટેલે કર્યા હતા જ્યારે અતિત શેઠ 60 અને રાજ લિંબાની 14 રને રમતમાં છે. મુંબઇ તરફથી શમ્સ મુલાણી અને તનુષ કોટકે બે-બે...

સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 9:59 એ એમ (AM)

views 11

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ

વડોદરા રેલવે ડિવિઝનમાં ટ્રેનને ઉથલાવી દેવાનો પ્રયાસ આવ્યો હતો. જો કે, રેલવે કર્મીની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. વડોદરા રેલવે ડિવિઝન સુરતના કીમ રેલવે રેલવે સ્ટેશનથી થોડે દૂર કોઈ અજાણ્યા શખ્સોએ રેલવે ટ્રેક પર ફિશ પ્લેટ અને ચાવીઓ મૂકીને ટ્રેનને ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગેની રેલવે કર્મચારીને જાણ થતાં તેમણે સ્થળ પર પહોંચીને ટ્રેક પર મૂકાયેલી ફિશ પ્લેટ અને ચાવીઓને દૂર કરવામાં આવી હતી. આમ રેલવે કર્મચારીની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના અને જાનહાનિ થતાં અટકી ગઈ હતી.

ઓગસ્ટ 19, 2024 11:11 એ એમ (AM) ઓગસ્ટ 19, 2024 11:11 એ એમ (AM)

views 14

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધી 382 કરોડ રૂપિયાના ખર્ચે હાઈસ્પીડ કોરીડોર બનાવાશે

વડોદરાથી સ્ટેચ્યૂ ઑફ યુનિટી સુધીનો માર્ગ હાઈસ્પીડ કોરીડોર બનાવાશે. રાજ્ય સરકારે વિશ્વ વિખ્યાત પ્રવાસન સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનીટી અને વડોદરાને જોડતા રસ્તાને હાઈસ્પીડ કોરીડોર તરીકે વિકસાવવાની મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ માટે 382 કરોડ રૂપિયા મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પ્રવાસીઓની સુવિધા વધે, તેમના સમય અને ઇંધણનો બચાવ થાય તથા આ ક્ષેત્રે પ્રવાસનને વધુ વેગ મળે તે ઉદ્દેશ્યથી આ નિર્ણય કરાયા છે. જે અંતર્ગત વડોદરા નેશનલ હાઈવે ૪૮ જંક્શનથી વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ હદ સુધી છ-માર્ગીય રો...