જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 28

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે, તેમજ તેમના હસ્તે નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરવામાં આવશે. તેમની આ વડનગરની મુલાકાત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે.

જાન્યુઆરી 15, 2025 5:52 પી એમ(PM)

views 20

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આવતીકાલે મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. અમિત શાહ મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં ભાગ લેશે અને નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે વડનગરમાં છ જેટલાં કાર્યક્રમોમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી આવતીકાલે મ્યુઝીકલ મ્યુઝીયમનાં કાર્યોની સમીક્ષા બેઠકમાં હાજરી આપશે. તેઓ નવનિર્મિત પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયનું લોકાર્પણ કરશે. 298 કરોડ રૂપિયાન...

નવેમ્બર 9, 2024 5:55 પી એમ(PM)

views 15

વડનગર: આવતીકાલથી બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો પ્રારંભ થશે

ઐતિહાસિક શહેર વડનગરમાં બે દિવસીય તાના-રીરી સંગીત સમારોહનો આવતીકાલથી પ્રારંભ થશે. આ વર્ષે એવોર્ડ તાના-રીરી સમારોહમાં ખ્યાતનામ મહિલા પ્રતિભા સુશ્રી વિદુષી પદ્મા સુરેશ તલવલકર અને ડો.પ્રદીપ્તા ગાંગુલીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે તાના-રીરી સંગીત સન્માન એવોર્ડ એનાયત કરવામાં આવશે. તાના-રીરી એવોર્ડથી સન્માનિત શાસ્ત્રીય સંગીતની મહિલા પ્રતિભાઓને અઢી લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ અર્પણ કરવામાં આવશે. એવોર્ડ સમારોહમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મુળુભાઇ બેરા, ગૃહમંત્રી હર્ષ સંઘ...