જાન્યુઆરી 15, 2025 7:30 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:30 પી એમ(PM)

views 7

ગુજરાતમાં આજે બપોરે 3 વાગ્યા સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 2,577 ઇમરજન્સી કોલ આવ્યા

ગુજરાતમાં વાસી ઉત્તરાયણનાં દિવસે આજે બપોર ત્રણ વાગ્યા સુધીમાં 108 એમ્બ્યુલન્સ સેવાને 2 હજાર 577 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જે ગયા વર્ષનાં આ દિવસ કરતા 165 અને સામાન્ય દિવસ કરતા 386 વધુ છે. આ ઉપરાંત કરૂણા એનિમલ એમ્બ્યુલન્સને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 1052 ઇમરજન્સી કોલ આવ્યા હતા, જેમાંથી 805 પશુઓને ઇજા અને 246 પક્ષીઓને ઇજા અંગેનાં કોલ હતા. આ અંગે 108 એમ્બ્યુલન્સ સેવાને સ્ટેટ ઓપરેશન હેડ સતીષ પટેલે વધુ માહિતી આપી.

જાન્યુઆરી 15, 2025 7:26 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:26 પી એમ(PM)

views 4

રાજ્યભરમાં ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ જોવા મળ્યો

રાજ્યભરમાં આજે ઉત્તરાયણનાં બીજા દિવસે પણ લોકોમાં પતંગ ઉડાવવાનો ઉત્સાહ સારો એવો જોવા મળ્યો હતો. સારા પવનનાં કારણે વાસી ઉત્તરાયણનાં દિવસે પતંગ રસીકોએ પતંગ ઉડાવવીને આનંદ કર્યો હતો. વહેલી સવારથી જ કાપ્યો છે.... અને લપેટ.. જેવા શબ્દો સાંભળવામાં મળ્યાં હતાં. ભાવનગરમાં પતંગરસિકો ધાબા પર ચઢીને મ્યુઝિક મસ્તી સાથે ઉધીયું, પુરી, શેરડી-બોર, ચીક્કી આરોગીને હર્ષોલ્લાસ કરતાં હતાં. તો બીજી તરફ ઈડરનાં સિયાસણ ઝુમસર ગામનાં આદિવાસીઓએ દેવચકલીનું પૂજન કરીને ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરી હતી. જૂની પરંપરા મુજબ આસપાસન...

જાન્યુઆરી 15, 2025 3:31 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 3:31 પી એમ(PM)

views 2

ઉત્તરાયણનાં દિવસે સમગ્ર રાજ્યમાં વાહન અકસ્માતના 1,020 કેસ સહિત 4,948 જેટલા કેસ નોંધાયા

ઉત્તરાયણનાં દિવસે ગઈકાલે રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત મહાનગર સહિત સમગ્ર રાજ્યમાં 4,948 જેટલા કેસ ઓપરેટ કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી વધુ ટ્રોમાનાં 1,136 અને વાહન અકસ્માતના 1,020 કેસ હતા. રાજકોટ જિલ્લામાં 108 ઇમરજન્સી સર્વિસમાં 296 જેટલા ઇમર્જન્સી કેસ નોંધાયા હતા, જે સામાન્ય દિવસોની સરખામણીમાં 37 ટકા જેટલા વધુ છે તેમ પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું છે. આ કેસોમાં અકસ્માતમાં છત પરથી પડી જવાના, મારામારીમાં ઈજાગ્રસ્ત થવાના, દોરાથી ઘાયલ થવાના અને વાહન અકસ્માતના બનાવો સામેલ છે. જેમાં રાજકોટમાં 1...

જાન્યુઆરી 15, 2025 2:58 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 2:58 પી એમ(PM)

views 3

ઉત્તરાયણમાં 37 દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી

ઉત્તરાયણ પર્વ દરમિયાન અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ડોકટરની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જેથી કોઈ દર્દી સારવાર માટે આવે તો ઝડપથી સારવાર આપી શકાય. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ ડૉક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના પર્વ દરમિયાન 37 દર્દીઓને ટ્રોમા સેન્ટરમાં સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 33 દર્દીઓને OPDમાં સારવાર આપીને રજા આપી દેવામાં આવી છે. દોરીથી ગળું તેમજ નાકે ઈજા પહોંચનાર 4 દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 2:54 પી એમ(PM)

views 2

કરૂણા અભિયાન: મહીસાગરમાં 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી

ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થનાર પક્ષીઓ માટે રાજ્યમાં ખાસ કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા પક્ષીઓની સારવાર માટેની કામગીરી કરવામાં આવે છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે દોરાથી ઘાયલ ટિટોડી પક્ષીની પશુ ચિકિત્સક દ્વારા સારવાર કરવામાં આવી હતી. મહીસાગર જિલ્લામાં અત્યાર સુધી 13 પક્ષીઓને સારવાર આપવામાં આવી છે. દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લામાં 10મીથી 14મી જાન્યુઆરી સુધીમાં 137 પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી જેમાંથી 1...