ડિસેમ્બર 28, 2024 6:08 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 6:08 પી એમ(PM)

views 6

ઉત્તરાખંડ: ચમોલી સહિત ઉંચાઇવાળા ઘણા વિસ્તારોમાં હિમવર્ષા

ઉત્તરાખંડના પીઠોરાગઢ, ઉત્તરકાશી, ચમોલી સહિત ઉંચાઇવાળા ઘણા વિસ્તારોમાં આજે હિમવર્ષા થઈ છે. ઉત્તરાખંડના મેદાની પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ઘણી જગ્યાએ થયો છે. આના પરિણામે સમગ્ર ઉત્તરાખંડમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચમોલી અને બાગેશ્વર જિલ્લા વહીવટી તંત્રે ધોરણ 12 સુધી શાળામાં આજે રજા અપાઈ છે. દરમિયાન હિમાચલ પ્રદેશમાં ઘણા વિસ્તારોમાં ઉંચાઈવાળા સ્થળોએ હિમવર્ષા થયાના અહેવાલ છે. જાણીતા પ્રવાસન સ્થળે કિન્નોર ખાતે એક ફૂટ જેટલી નવેસરથી હિમવર્ષા થઈ છે.

નવેમ્બર 9, 2024 1:06 પી એમ(PM) નવેમ્બર 9, 2024 1:06 પી એમ(PM)

views 8

ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે શુભેચ્છાઓ પાઠવી

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે, ઉત્તરાખંડના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું કે, હિમાલયના ઉચ્ચ શિખરોથી લઈને માતા ગંગાના પવિત્ર કિનારા સુધી, દેવભૂમિ ઉત્તરાખંડ શરૂઆતથી જ સુંદરતા અને આધ્યાત્મિકતાથી સમૃદ્ધ છે. ઉપરાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી હતી કે રાજ્ય ભવિષ્યમાં સમૃદ્ધ થાય અને પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના ક્ષેત્રમાં ઉત્તરાખંડની મહત્વપૂર્ણ સિદ્ધિઓની પ્રશંસા કરી અને કહ્યું કે, રાજ્ય વિવિધ ક્ષેત્રોમાં અગ્રે...

ઓગસ્ટ 7, 2024 8:28 પી એમ(PM) ઓગસ્ટ 7, 2024 8:28 પી એમ(PM)

views 7

આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગે આગામી ચાર દિવસ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ અને ઉત્તરાખંડમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે. દરમિયાન તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ, તેલંગાણા અને ગોવામાં તેમજ જમ્મુ-કાશ્મીર, પૂર્વ ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં આગામી બે થી ત્રણ દિવસ ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. આગામી ચાર દિવસ દરમિયાન આસામ અને મેઘાલય સહિત પૂર્વોત્તરના રાજ્યો માટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે...