નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM) નવેમ્બર 7, 2024 8:54 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ભવ્ય વિજય પ્રાપ્ત કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા. સામાજિક માધ્યમની પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ સહિતનાં ક્ષેત્રોમાં ભારત-અમેરિકા સંબંધોને વધુ મજબૂત બનાવવા સાથે મળીને કામ કરવા આશાવાદી છે. પ્રધાનમંત્રીએ અમેરિકન કોંગ્રેસની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીનાં દેખાવ બદલ પણ શ્રી ટ્રમ્પને અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન શ્રી ટ્રમ્પે જણાવ્યું કે, સમગ્ર વિશ્વ...