ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM) ફેબ્રુવારી 3, 2025 8:32 એ એમ (AM)

views 7

કેન્દ્રીય અંદાજપત્રથી સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો : સી. આર. પાટિલ

કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે, “આ વખતનું પહેલું કેન્દ્રીય અંદાજપત્ર એવું છે, જેમાં સરકારની નહીં પણ લોકોની કમાણીમાં વધારો થયો છે.” સુરતમાં ગઈકાલે પત્રકાર પરિષદ સંબોધતા તેમણે કહ્યું, “આ અંદાજપત્રથી ખેડૂતો અને સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમ- MSMEને લાભ થશે. ગત 10 વર્ષમાં દેશમાં આત્મનિર્ભરતા વધી હોવાનું પણ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું.

ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM) ફેબ્રુવારી 1, 2025 8:39 એ એમ (AM)

views 11

આજે કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે

કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે સવારે અગિયાર વાગે લોકસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. 2024માં ભાજપનાં અગેવાની હેઠળની બીજી સરકારમાં આ બીજું અંદાજપત્ર છે. દરમિયાન સુશ્રી સિતારમણે ગઈકાલે સંસદના બંને ગૃહોમાં આર્થિક સર્વેક્ષણમાં રજૂ કર્યું  હતું જે મુજબ નાણાકીય વર્ષ 2025માં ભારતના વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન-GDPમાં 6.4 ટકાના દરે વૃદ્ધિ થવાનું અનુમાન છે અને નાણાકીય વર્ષ 2026માં આ વૃદ્ધિ 6.3 થી 6.8 ટકા વચ્ચે રહેવાની શક્યતા છે. આર્થિક સર્વેક્ષણમાં ભાર મૂકવામાં આવ્યો છે કે ઘરેલ...

જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 4, 2025 10:00 એ એમ (AM)

views 7

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજથી બે દિવસ પોરબંદર લોકસભા ક્ષેત્રના પ્રવાસે

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા આજે અને આવતીકાલે પોરબંદર લોકસભા વિસ્તારના પ્રવાસે જશે. ડૉ. માંડવિયા આજે અને આવતીકાલે કેશોદ, જેતપુર, ગોંડલ અને ઉપલેટાનો પ્રવાસ કરશે. તેમજ આવતીકાલે તેઓ કાર્યાલય ખાતે લોકપ્રશ્નો સાંભળશે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે સવારે જૂનાગઢના કેશોદ ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે એપીએમસી વંથલી ખાતે ટિફિન બેઠકમાં હાજર રહેશે, જેતપુર ખાતે ધવલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી માંડવિયા બપોરે ગોં...