જુલાઇ 31, 2024 8:10 પી એમ(PM) જુલાઇ 31, 2024 8:10 પી એમ(PM)

views 11

યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હી ખાતે સમાપન થયું

યુનેસ્કો વિશ્વ ધરોહર સમિતિની 46મી બેઠકનું નવી દિલ્હીમાં આજે સમાપન થયું છે. ભારત આ વર્ષે આ બેઠકનું યજમાન હતું, સાથે જ તેની અધ્યક્ષતા પણ કરી હતી. આ સત્ર દરમિયાન યુનેસ્કોએ 24 નવા સ્થાનોને વિશ્વ ધરોહર યાદીમાં સ્થાન આપ્યું છે, જેમાં આસામનું મોઇદામ પણ સામેલ છે.