જાન્યુઆરી 26, 2025 5:27 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 5:27 પી એમ(PM)

views 5

તેલંગાણા: ટ્રકમાંથી સળિયા રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત

તેલંગાણામાં, લોખંડના સામાનથી ભરેલી એક ટ્રકમાંથી સળિયા બે ઓટો-રિક્ષાઓ પર પડતાં પાંચ લોકોના મોત થયાં હતાં અને છ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. વારંગલ જિલ્લામાં મામુનુરુ હાઇવે નજીક લોખંડના સળિયા ભરીને જઇ રહેલી ટ્રકમાં સળિયાનો બાંધેલુ દોર઼ડુ તૂટી જતા સળિયા પાછળ આવી રહેલી બે ઓટો રિક્ષાઓ ઉપર પડયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઇ હતી. આ દરમિયાન, મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જિલ્લા અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ આપવા માટે તંત્રને આદેશ કર્યો હતો.

જાન્યુઆરી 15, 2025 6:32 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:32 પી એમ(PM)

views 4

મુંબઈ-નાસિક હાઇવે પર ત્રણ વાહનો વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત અને 14 ઘાયલ

આજે સવારે મુંબઈ-નાસિક હાઇવે પર શાહપુર ખાતે એક લક્ઝરી બસ, કન્ટેનર ટ્રક અને ટેમ્પો એમ ત્રણ વાહનો અથડાતાં ત્રણ મુસાફરોના મોત અને 14 ઘાયલ થયા હતા. ડ્રાઇવર અને અન્ય મુસાફરો સહિત ઘાયલોને શાહપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની વધુ તપાસ ચાલુ છે.

ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM)

views 4

પૂર્વ મેક્સિકો: ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, આઠ લોકોના મોત

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક સાથે એક પેસેન્જર બસનો અકસ્માત થતાં લગભગ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ વર્ષે મેક્સિકોને વિશ્વમાં સૌથી વધુ ટ્રાફિક અકસ્માત ધરાવતો સાતમો દેશ ગણાવ્યો છે, જ્યારે અકસ્માતોથી થતાં મૃત્યુમાં લેટિન અમેરિકા ત્રીજા ક્રમે છે.