ઓગસ્ટ 28, 2024 2:54 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 2:54 પી એમ(PM)
4
TRAI ના અધ્યક્ષ અનિલકુમાર લાહોટીએ ગેરમાર્ગે દોરનારા સંદેશ અને ફોન કૉલની સમસ્યાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો
ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI)ના અધ્યક્ષ અનિલકુમાર લાહોટીએ ગેરમાર્ગે દોરનારા સંદેશ અને ફોન કૉલની સમસ્યાનો સામનો કરવા માટે સંયુક્ત પ્રયાસની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. TRAIએ ગઈકાલે નવી દિલ્હીમાં ગ્રાહકોને સ્પેમ કૉલ્સ અને કપટપૂર્ણ સંદેશના નુકસાનથી બચાવવા નિયમનકારી સંયુક્ત સમિતિની બેઠક યોજી હતી. ટેલિકોમ સંશાધનોનો ઉપયોગ કરીને છેતરપિંડીને નિયંત્રિત કરવા નિયમનકારો વચ્ચે માહિતીના વિનિમયમાં વધારો કરવા અંગે પણ બેઠક દરમિયાન ચર્ચા કરવામાં આવી હતી