ડિસેમ્બર 20, 2024 9:15 એ એમ (AM)

views 17

કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી

ગુજરાતનાં પ્રવાસે આવેલા કેરળનાં મહિલા પત્રકાર પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પત્રકારોએ પોતાના પ્રવાસ અંગેના અનુભવ જણાવતા કહ્યું હતું કે, સ્ટેચ્યુ ઑફ યુનિટી, અમૂલ ડેરી પ્લાન્ટની મુલાકાતથી તેમણે ઘણી મળી છે. પત્રકારોએ ગાંધીનગરમાં ગિફ્ટ સિટી તેમજ ગિફ્ટ નિફ્ટીની પણ મુલાકાત હતી અને ગિફ્ટ સિટી અંગેના આગામી પ્રોજેક્ટ્સ વિશે માહિતી મેળવી હતી. કેરળથી આવેલા પત્રકાર પ્રતિનિધિ મંડળનાં સંકલન અધિકારી તરીકે તિરુવનંતપુરમ પીઆઈબીનાં નાયબ નિયામક, ડૉ.અથિરા થમ્પીએ મુખ્યમંત્રીન...

ડિસેમ્બર 20, 2024 9:05 એ એમ (AM)

views 41

ઘઉંની ટેકાના ભાવે ખરીદી કરાશે

રવિ માર્કેટીંગ સીઝન ૨૦૨૫-૨૬” અંતર્ગત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે રૂપિયા ૨,૪૨૫ પ્રતિ ક્વિન્ટલ લેખે ઘઉંની સીધી ખરીદી કરાશે. આ માટે ખેડૂતો પહેલી જાન્યુઆરી ૨૦૨૫થી ઓનલાઇન નોંધણી કરાવી શકશે ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે. ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોને SMS મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદી કરવામાં આવશે.

ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 23

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. ગઇકાલે સાંજે આરોગ્ય મંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક...

ડિસેમ્બર 16, 2024 11:47 એ એમ (AM)

views 20

મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપમાં ભારત ચેમ્પિયન

ઑમાનના મસ્કતમાં ગઈકાલે રાત્રે રમાયેલી મહિલા જૂનિયર એશિયા કપ હૉકી ચેમ્પિયનશીપની ફાઈનલ મેચમાં ભારત વિજયી બન્યું છે. ભારતે ચીનને 3-2થી હરાવ્યું હતું. શૂટઆઉટમાં સાક્ષી રાણા, ઈશિકા અને સુનિલિતા ટોપ્પોએ ગોલ કર્યાં. જ્યારે ભારતીય ગૉલકીપર નિધિએ પેનલ્ટી શૂટઆઉટમાં ત્રણ ગૉલ બચાવ્યાં હતાં.    આ પહેલા જિનઝુઆન્ગે ચીન માટે મેચનો પહેલો ગૉલ કર્યો હતો. ભારતનાં કણિકા સિવાચે ત્રીજા ક્વાર્ટરમાં ગૉલ કરી મેચ બરાબરી પર લાવી દીધી હતી. નિયમિત સમયમાં એક-એકની બરાબરી બાદ મેચનો નિર્ણય શૂટઆઉટથી કરવો પડ્યો હતો.     હૉકી ઇન્ડિય...

ડિસેમ્બર 16, 2024 11:42 એ એમ (AM)

views 16

આજે લોકસભામાં ‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા રજૂ કરાશે

લોકસભામાં આજે “એક દેશ એક ચૂંટણી” સંબંધિત 2 ખરડા રજૂ કરાશે.કેન્દ્રીય કાયદા મંત્રી અર્જૂનરામ મેઘવાલ ગૃહમાં બંધારણ 129મા સુધારા ખરડો અને કેન્દ્રશાસિત પ્રદેશ અધિનિયમ સુધારા ખરડો રજૂ કરશે. તાજેતરમાં જ સરકારે સમગ્ર દેશમાં એકસાથે ચૂંટણી કરવા માટે એક દેશ એક ચૂંટણીના પ્રસ્તાવ પર વિચાર માટે નિમાયેલી ઉચ્ચ સ્તરની સમિતિની ભલામણો સ્વીકારી હતી. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નિમાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો અને નિષ્ણાતો સહિત હિતધારકોની સાથે વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો. “એક દેશ એક ચૂંટણી”ના સિ...

ડિસેમ્બર 16, 2024 11:36 એ એમ (AM)

views 17

કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા રણ પ્રવાસન સર્કિટ વિકસાવાશે : મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કચ્છમાં પ્રવાસનને વધુ વેગ આપવા આગામી સમયમાં રણ પ્રવાસન સર્કિટ વિકસાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ ગઇકાલે  ધોરડોના સફેદ રણની ઔપચારિક મુલાકાત દરમિયાન એક કાર્યક્રમને સંબોધતા જણાવ્યુ હતું કે, રણોત્સવમાં આવતા પ્રવાસીઓ માતાના મઢ, કાળો ડુંગર, નારાયણ સરોવર, માંડવી જેવા અન્ય સ્થાનોની પણ મુલાકાત લઈ શકાય તે માટે  તેને જોડતી બસ સેવાઓ ધોરડોથી શરૂ કરીને સમગ્રતયા રણ પ્રવાસન સર્કિટ આવનારા સમયમાં બનાવવાની રાજ્ય સરકારની નેમ છે. આ પ્રસંગે, ધોરડોના સફેદ રણ ખાતે મધ્યમવર્ગીય પરિવાર...

ડિસેમ્બર 6, 2024 11:02 એ એમ (AM)

views 20

પીએમ મોદી આજે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે અષ્ટલક્ષ્મી મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસીય આ ઉત્સવમાં ઉત્તર-પૂર્વના તમામ આઠ રાજ્યોની સંસ્કૃતિ, કાપડ ઉદ્યોગ, હસ્તકલા, પ્રવાસન સ્થળો અને અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવશે. 250 થી વધુ કારીગરો અનન્ય હસ્તકલા, હેન્ડલૂમ અને 34 GI-ટેગવાળી વસ્તુઓ સહિત કૃષિ-બાગાયત ઉત્પાદનોનું પ્રદર્શન કરશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં ફેશન શો, ડિઝાઇન કોન્ક્લેવ, ખરીદનાર-વિક્રેતા બેઠકનું પણ આયોજન કરવામાં આવશે.

ડિસેમ્બર 6, 2024 10:57 એ એમ (AM)

views 20

રિવરફ્રન્ટ ખાતે રૂ. 750 કરોડના ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અંદાજે 750 કરોડથી વધુનાં ખર્ચે નવું કન્વેન્શન, કલ્ચરલ અને બિઝનેસ સેન્ટર બનાવવામાં આવશે. આ અંગે વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર 500 કરોડ રૂપિયા અને મ્યુનિસિપલ કોર્પોરેશન 250 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. આ વિસ્તારને ડેસ્ટીનેશન સેન્ટર તરીકે વિક્સાવવાનું આયોજન છે. અહીં 300 રૂમની હોટલ ઉપરાંત એમ્ફી થિયેટર સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રિવરફ્રન્ટ ખાતેનાં ઇવેન્ટ સેન્ટર પાસેનાં પ્લોટમાં ચાર હજાર ચોરસ મીટરમાં કન્...

ડિસેમ્બર 2, 2024 11:01 એ એમ (AM)

views 16

જૂનિયર એશિયા કપમાં ભારતે દક્ષિણ કોરિયાને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો

ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ હોકીમાં ગઈકાલે દક્ષિણ કોરિયાને 8-1થી હરાવી ભારત સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. પૂલ Aમાં ગઈકાલે દક્ષિણ કોરિયા સામેની મેચમાં ભારત તરફથી અર્શદીપ સિંહે હેટ્રિક અને અરિજીત સિંહ હુંદલે 2 ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ, રોશન કુજુર અને રોહિતે એક-એક ગોલ કર્યા હતા. દક્ષિણ કોરિયા તરફથી એકમાત્ર ગોલ તાહ્યોન કિમે કર્યો હતો. આ જીત સાથે ભારત સેમીફાઈનલમાં પહોંચી ગયું છે, આવતીકાલે તેનો મુકાબલો મલેશિયા સાથે થશે. મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 8:30 વાગ્યે રમાશે.

ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM)

views 22

પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કરાયો

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી  યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ...