નવેમ્બર 14, 2024 10:20 એ એમ (AM) નવેમ્બર 14, 2024 10:20 એ એમ (AM)
2
ભારતે દક્ષિણ આફ્રિકાને 11 રને હરાવીને 4 મેચની T20 સિરીઝમાં 2-1ની લીડ મેળવી
સેન્ચુરિયનમાં રમાયેલી ત્રીજી ટી-ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને અગિયાર રનથી હાર આપી છે. ભારતે યજમાન ટીમને 220 રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેના જવાબમાં દક્ષિણ આફ્રિકા સાત વિકેટના નુકસાને 208 રન જ બનાવી શકી હતી. આફ્રિકા તરફથી માર્કો જેન્સને 17 બોલમાં 54 રન અને હેનરિક ક્લાસને 22 બોલમાં 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ અને વરુણ ચક્રવર્તીએ બે વિકેટ ઝડપી હતી. આ પહેલા ભારતીય ટીમે નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 219 રન બનાવ્યા હતા. તિલક વર્માએ 56 બોલમાં સાત...