એપ્રિલ 27, 2025 9:32 એ એમ (AM) એપ્રિલ 27, 2025 9:32 એ એમ (AM)

views 3

ભારતના માનુષ શાહ અને દિયા ચિતાલેની જોડીએ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સના ખિતાબ જીત્યો

ભારતના માનુષ શાહ અને દિયા ચિતાલેની જોડીએ WTT કન્ટેન્ડર ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો મિક્સ ડબલ્સના ખિતાબ જીત્યો છે. ગઈકાલે ટ્યુનિશિયાની રાજધાની ટ્યુનિસમાં રમાયેલી ફાઇનલમાં, માનુષ અને દિયાની જોડીએ જાપાનની સોરા માત્સુશિમા અને મિવા હરિમોટોની બીજી ક્રમાંકિત જોડીને 3-2 થી હરાવીને ખિતાબ જીત્યો છે.

નવેમ્બર 9, 2024 2:37 પી એમ(PM) નવેમ્બર 9, 2024 2:37 પી એમ(PM)

views 5

મોરબી: વિસ્મય ત્રિવેદીએ ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો

મોરબી મેડિકલ કોલેજનો વિદ્યાર્થી વિસ્મય ત્રિવેદીએ ટેબલ ટેનિસમાં રાજ્ય કક્ષાએ સુવર્ણ ચંદ્રક જીત્યો છે. તે બદલ વિસ્મયને મેડિકલ કોલેજના ડિન ડો. નિરજ કુમાર બિશ્વાસ સહિત સમગ્ર કોલેજ પરિવારે તથા વિદ્યાર્થીઓએ અભિનંદન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઓક્ટોબર 27, 2024 10:03 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 10:03 એ એમ (AM)

views 6

મનિકા બત્રા WTT ચેમ્પિયન્સ મોન્ટ પેલિયર 2024 ટુર્નામેન્ટના ટોપ 8 ખેલાડીઓમાં શામેલ થનાર પ્રથમ ભારતીય

ટેબલ ટેનિસમાં મનિકા બત્રાએ ફ્રાન્સમાં રમાઈ રહેલી WTT ચેમ્પિયન્સ મોન્ટ પેલિયર 2024 ટુર્નામેન્ટમાં ટોચના આઠ ખેલાડીઓમાં પહોંચનાર પ્રથમ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી બનીને ઈતિહાસ રચી દીધો છે. વિશ્વમાં 30મા ક્રમે રહેલી બત્રાએ ક્વાર્ટર્સમાં વિશ્વની 14મી ક્રમાંકિત રોમાનિયાની બર્નાડેટ ઝોક્સ સામે 3-1થી જીત મેળવીને પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું હતું. આ વર્ષની શરૂઆતમાં, બત્રાએ પેરિસ 2024 ઓલિમ્પિકમાં મહિલા ટીમ ઈવેન્ટમાં રોમાનિયા સામે ભારતની 3-2થી જીત દરમિયાન પણ ઝોક્સને 3-0થી પરાજય આપ્યો હતો.