જાન્યુઆરી 31, 2025 2:57 પી એમ(PM)

views 18

પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે

પુરુષોના ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચ આજે પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. 5 મેચની શ્રેણીમાં ભારત 2-1 થી આગળ છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારત આજની મેચ જીતીને શ્રેણીમાં અજેય લીડ મેળવવાનો પ્રયાસ કરશે, જ્યારે જોસ બટલરની આગેવાની હેઠળની ઇંગ્લેન્ડની ટીમ મેચ જીતીને શ્રેણી બરાબર કરવાનો પ્રયાસ કરશે. આ પહેલા મંગળવારે રાજકોટમાં રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 26 રનથી હરાવીને શ્રેણીમાં પોતાની પહેલી જીત નોંધાવી હ...

ઓક્ટોબર 10, 2024 9:24 એ એમ (AM)

views 31

બીજી T20માં ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું

ભારતે બાંગલાદેશ સામેની બીજી ટી-20 મેચમાં ગઇકાલે 86 રનથી ભવ્ય વિજય મેળવીને ત્રણ મેચોની શ્રેણી 2-0થી જીતી લીધી છે. નવી દિલ્હીનાં અરૂણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં જીત સાથે ભારતે ટી-20નાં ઇતિહાસમાં બાંગલાદેશ સામે સૌથી વધુ સરસાઇનો વિક્રમ સર્જ્યો છે. અગાઉ તેણે ટી 20 વર્લ્ડકપમાં 50 રનથી વિજય મેળવ્યો હતો. 222 રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા બાંગલાદેશે મર્યાદિત 20 ઓવરમાં નવ વિકેટે 135 રન કર્યા હતા. મહમુદુલ્લાહે સૌથી વધુ 41 રન કર્યા હતા. ભારત વતી નિતિશ રેડ્ડીઅને વરૂણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી. અગ...

ઓક્ટોબર 6, 2024 8:24 પી એમ(PM)

views 103

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

દુબઈમાં રમાઈ રહેલ મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ભારતીય ટીમે 106 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા 18.5 ઓવરમાં 4 વિકેટે 108 રન કરીને જીત મેળવી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 35 બોલમાં 32 અને જેમિમાહ રોડ્રિગ્સે 28 બોલમાં 23 રન કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 24 બોલમાં 29 રન કર્યા હતા. અગાઉ, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 105 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નિદા ડારે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા.