ઓક્ટોબર 27, 2024 9:29 એ એમ (AM) ઓક્ટોબર 27, 2024 9:29 એ એમ (AM)
3
ભાવનગર: સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં સાયન્સ પ્રદર્શન યોજાયું
ભાવનગરમાં આવેલી શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં શનિવારે ધોરણ-3થી 9ના બાળકોનું સાયન્સ પ્રદર્શન યોજાયું હતું. વિદ્યાર્થીઓએ પોતાની બુદ્ધિ ક્ષમતા અનુસાર ફાયર સેફ્ટી, સ્માર્ટ સિટી, ભૂકંપથી બચવા માટેના વૈજ્ઞાનિક ઉપાયો, જ્વાળામુખીના વૈજ્ઞાનિક કારણો જેવા લગભગ 70થી પણ વધારે પ્રોજેક્ટોનું પ્રદર્શન રજૂ કર્યું હતું.