એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM) એપ્રિલ 25, 2025 9:33 એ એમ (AM)
12
“સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા
જનફરિયાદ નિવારણ માટેના “સ્વાગત” કાર્યક્રમને 22 વર્ષ પૂરા થયા છે. ટેકનોલોજીના અસરકારક ઉપયોગથી નાગરિકો અને સરકાર વચ્ચે સેતુ સાધવાના મુખ્ય હેતુ સાથે સ્વાગત કાર્યક્રમ શરૂ થયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે જણાવ્યું હતું કે, સ્વાગત પ્રકલ્પ આજે લોકોના જીવનમાં પરિવર્તનકારી અસર લાવીને પેપરલેસ, પારદર્શક અને મુશ્કેલીમુક્ત રીતે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું અસરકારક માધ્યમ બન્યો છે. ગઇકાલે રાજ્યભરમાં યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં 3 હજાર 700થી વધુ અરજીઓ મળી હતી તેમાંથી 50 ટકા પ્રશ્નોનો સ્થળ પર જ ઉકેલ ...