જાન્યુઆરી 15, 2025 6:08 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:08 પી એમ(PM)

views 6

આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ, DPIIT દ્વારા દોઢ લાખથી વધુ સ્ટાર્ટઅપને માન્યતા અપાઈ

આવતીકાલે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ઉજવવામાં આવશે. દેશમાં છેવાડાનાં લોકો સુધી ઉદ્યોગ સાહસીકો સ્ટાર્ટઅપ થકી આત્મનિર્ભર બને અને મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થાય તે હેતુથી દર વર્ષે 16 જાન્યુઆરીએ રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ઉજવવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2016માં સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ કરી હતી. જે આજે 2025 સુધીમાં ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ-DPIIT દ્વારા દોઢ લાખથી વધારે સ્ટાર્ટઅપને માન્યતા આપવામાં આવી છે. જેમાં ગુજરાતમાં બાર હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છ...