ઓક્ટોબર 10, 2024 9:54 એ એમ (AM) ઓક્ટોબર 10, 2024 9:54 એ એમ (AM)

views 3

મહિલા T20 વર્લ્ડ કપમાં ભારતે શ્રીલંકાને 82 રનથી હરાવ્યું

ICC મહિલા T20 વર્લ્ડકપમાં, ભારતે ગઈકાલે રાત્રે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ગ્રૂપ 'A'ની મેચમાં શ્રીલંકાને 82 રને હરાવીને મહિલા T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં તેનો સૌથી મોટો વિજય નોંધાવ્યો હતો. મહિલા T20 વર્લ્ડ કપમાં રનના સંદર્ભમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. આ સાથે ગ્રૂપ 'એ' માં ભારત, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ કરતાં આગળ નીકળી ગયું છે. ભારતીય મહિલા ટીમે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. હરમનપ્રિત કૌરનાં 50 અને સ્મૃતિ મંધાનાનાં 52 રનની મદદથી ભારતે 172 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. શ્રીલ...

સપ્ટેમ્બર 22, 2024 9:19 એ એમ (AM) સપ્ટેમ્બર 22, 2024 9:19 એ એમ (AM)

views 2

શ્રીલંકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનુરા કુમાર દિશાનાયકે આગળ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંતર્ગત મતગણતરી શરૂ થઈ ચૂકી છે. હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. આ ગણતરીમાં ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (એનપીપી)ના નેતા અનુરા કુમાર દિશાનાયકે તેના અન્ય હરીફ ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છે.

ઓગસ્ટ 3, 2024 9:44 એ એમ (AM) ઓગસ્ટ 3, 2024 9:44 એ એમ (AM)

views 4

ભારત શ્રીલંકા વચ્ચેની પ્રથમ વનડે ટાઈ થઈ

શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ એક દિવસીય મેચની શ્રેણીની પ્રથમ મેચ શુક્રવારે રમાઈ હતી. આ મેચ ટાઈમાં પરિણમી હતી. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ (58 રન)અડધી સદીની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત સુધી પહોંચાડી શક્યો નહોતો. યજમાન શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કર્યું હતું. જેમાં શ્રીલંકાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 230 રન બનાવીને ભારતને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ટીમ ઈન્ડિયાના ઓપનર ...