ડિસેમ્બર 14, 2024 5:59 પી એમ(PM) ડિસેમ્બર 14, 2024 5:59 પી એમ(PM)

views 8

IND vs AUS: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ક્રિકેટ મેચ આજે બ્રિસ્બનમાં શરૂ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બ્રિસ્બેનમાં આજથી શરુ થયેલી ત્રીજી ક્રિકેટ ટેસ્ટ મેચના પહેલા દિવસની રમત 13 ઓવર બાદ વરસાદના કારણે બંધ રાખવાની ફરજ પડી છે. ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં વિના વિકેટે 28 રન નોંધાવ્યા છે. ઉસ્માન ખ્વાજા 19 રન સાથે અને નાથન ચાર રન સાથે રમતમાં છે. ભારતના સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે તેની ટીમમાં આર. અશ્વિન અને હર્ષિલ રાણાના બદલે રવિન્દ્ર જાડેજા અને આકાશદીપને રમવાની તક આપી છે.

નવેમ્બર 9, 2024 1:35 પી એમ(PM) નવેમ્બર 9, 2024 1:35 પી એમ(PM)

views 10

ભારતના પંકજ અડવાણી IBSF પ્રતિયોગિતાની ફાઇનલમાં પહોંચ્યા

ભારતના પંકજ અડવાણી કતારના દોહામાં IBSF વિશ્વ બિલિયર્ડ્સ પ્રતિયોગિતાની ફાઇનલમાં પહોંચી ગયા છે. ગઈ કાલે સેમિફાઈનલમાં તેમણે ભારતના સૌરવ કોઠારીને 4-2થી હરાવ્યા હતા. સૌરવને કાંસ્ય ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો. ફાઇનલમાં 27 વખતના વિશ્વ ચેમ્પિયન પંકજ અડવાણીનો મુકાબલો ઇંગ્લેન્ડના રોબર્ટ હોલ સામે થશે. રોબર્ટ હોલે સિંગાપોરના પીટર ગિલક્રિસ્ટને 4-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

ઓક્ટોબર 6, 2024 8:24 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:24 પી એમ(PM)

views 82

મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું

દુબઈમાં રમાઈ રહેલ મહિલા T20 ક્રિકેટ વિશ્વ કપમાં, ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ભારતીય ટીમે 106 રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા 18.5 ઓવરમાં 4 વિકેટે 108 રન કરીને જીત મેળવી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 35 બોલમાં 32 અને જેમિમાહ રોડ્રિગ્સે 28 બોલમાં 23 રન કર્યા હતા. કેપ્ટન હરમનપ્રીત કૌર 24 બોલમાં 29 રન કર્યા હતા. અગાઉ, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટે 105 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી નિદા ડારે સૌથી વધુ 28 રન બનાવ્યા હતા.

ઓક્ટોબર 6, 2024 8:06 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 8:06 પી એમ(PM)

views 12

હોકી ઈન્ડિયાએ સુલતાન જોહોર કપ માટે જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત

હોકી ઈન્ડિયાએ આજે મલેશિયામાં સુલતાન જોહોર કપની 12મી આવૃત્તિમાં ભાગ લેવા માટે 18 સભ્યોની જુનિયર પુરૂષોની ટીમની જાહેરાત કરી છે. નવ-નિયુક્ત મુખ્ય કોચ પી. આર. શ્રીજેશ મલેશિયામાં ટીમનું નેતૃત્વ કરશે જ્યારે આમિર અલી કેપ્ટન અને રોહિતને વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવશે. ભારત આ મહિનાની 19મીએ જાપાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 20મીએ તેનો મુકાબલો બ્રિટન સામે થશે. ત્યારબાદ ભારતનો મુકાબલો 22મીએ યજમાન મલેશિયા સામે અને 23મીએ ઓસ્ટ્રેલિયા સામે થશે. આ મહિનાની 26મી તારીખે ફાઈનલ રમાશે. આ ટૂર્નામે...

ઓક્ટોબર 6, 2024 2:16 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:16 પી એમ(PM)

views 16

INDvsBAN: ગ્વાલિયરમાં રમાશે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ

ભારત આજે ગ્વાલિયરમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ સાંજે 7 વાગ્યે શરૂ થશે. સુકાની સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા ટીમમાં બે ટાચના ખેલાડીઓ છે. આ દરમિયાન શુભમન ગિલ, ઋષભ પંત, યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને અક્ષર પટેલને આરામ આપવામાં આવ્યો છે. ભારતીય ટીમ પહેલી મેચમાં જ જીતના વિશ્વાસ સાથે ઉતરશે જોકે બાંગ્લાદેશની ટીમ પણ ભારતને ટક્કર આપશે.