જાન્યુઆરી 15, 2025 1:44 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:44 પી એમ(PM)
8
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝ સાથે મુલાકાત કરી
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેઝને મળ્યા. ડૉ. જયશંકર સ્પેનની બે દિવસની મુલાકાતે છે. સોશિયલ મીડિયા પર એક સંદેશમાં ડૉ. જયશંકરે સ્પેનના રાષ્ટ્રપતિની ભારતની સફળ મુલાકાતને યાદ કરી જે લાંબા સમયથી ચાલતી ભાગીદારીને મજબૂત બનાવે છે. તેમણે સ્પેનિશ રાષ્ટ્રપતિને મેડ્રિડમાં થયેલી ચર્ચાઓ અને બંને દેશો વચ્ચેના પરસ્પર સંવાદમાં થયેલી પ્રગતિ વિશે પણ માહિતી આપી.