ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 7:16 પી એમ(PM)
10
ઇસરો સોમવારે અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ કરશે, આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા દેશોમાં ભારત સ્થાન મેળવશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ઇસરો મહત્વનું અવકાશ ઉપગ્રહ જોડાણ પરિક્ષણ આ સોમવારે હાથ ધરશે. કેન્દ્રીય અવકાશ રાજ્યમંત્રી જીતેન્દ્રસિંહે જણાવ્યું છે કે, આ ઐતિહાસિક મિશનમાં બે ઉપગ્રહોને PSLV રોકેટની મદદથી અવકાશમાં મોકલ્યા બાદ તેમણે સ્વદેશી ટેકનોલોજી - ભારતીય ડોકિંગ સિસ્ટમ દ્વારા અવકાશમાં જોડવામાં આવશે. આ મિશન સફળતાથી પૂર્ણ થતાં આવી આગવી અવકાશ ટેકનોલોજી ધરાવતા થોડા દેશોના જૂથમાં ભારત સ્થાન મેળવશે.