જાન્યુઆરી 15, 2025 1:50 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 1:50 પી એમ(PM)
8
માર્શલ લૉની જાહેરાત બાદ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યેઓલની ધરપકડ
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ, યેઓલની પોલીસે ધરપકડ કરી હતી. ગયા મહિને ટૂંકા ગાળા માટે માર્શલ લૉની જાહેરાત બાદ, વિવાદ જગાવનારા રાષ્ટ્રપતિ યૂન સુક-યેઓલને, બુધવારે સવારે પોલીસે કસ્ટડીમાં લીધા હતા. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિની ઓફિસમાં ફરજ બજાવતી વખતે અટકાયત કરવામાં આવી હોય, તેવી આ પહેલી ઘટના છે. તપાસ અધિકારીઓએ તેમને મધ્ય સિઓલમાં હન્નામ-ડોંગ સ્થિત રાષ્ટ્રપતિ નિવાસસ્થાનેથી અટકાયતમાં લીધા હતા. ત્યાંથી તેમને ગ્યોંગગી પ્રાંતના ગ્વાનચેઓનમાં ઉચ્ચ-ક્રમાંકિત અધિકારીઓના ભ્રષ્ટાચાર તપાસ કાર્યાલયના મુખ્યાલયમાં લઈ...