ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM) ફેબ્રુવારી 24, 2025 8:42 એ એમ (AM)

views 18

આજથી સોમનાથમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સોમનાથ મહોત્સવનો પ્રારંભ

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે આજથી સોમનાથ મહોત્સવનો પ્રારંભ થશે. સોમનાથના સમુદ્ર દર્શન વોક વે પર 26 મી ફેબ્રુઆરી સુધી આ કાર્યક્રમ યોજાશે. શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સોમનાથ મહોત્સવ અંગે જણાવ્યું હતું કે, મહાશિવરાત્રિ નિમિત્તે બુધવારે મંદિર સવારે 4 વાગ્યાથી 42 કલાક સુધી ખુલ્લુ રહેશે. આ દરમિયાન ભક્તો માટે સવારે 8 થી 11 અને સાંજે એકથી 5 વાગ્યા સુધી વિશેષ પાત્ર સાથે ગંગાજળ અભિષેકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ડિસેમ્બર 28, 2024 5:37 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 5:37 પી એમ(PM)

views 8

તહેવારોમાં સોમનાથ મહાદેવના દર્શન મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ ઊમટી પડ્યો

સોમનાથ મહાદેવના દર્શન મોટી સંખ્યામાં યાત્રિકોનો પ્રવાહ ઊમટી પડ્યો છે. ક્રિસમસ અને 31ના મીની વેકેશનને લઈને જગવિખ્યાત યાત્રાધામ સોમનાથ અને સિંહોના રહેઠાણ એવા સાસણ ગીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા ગીર અને સોમનાથમાં તમામ હોટલો, ગેસ્ટહાઉસ અને રિસોર્ટ પહેલી જાન્યુઆરી સુધી હાઉસફૂલ થઈ ગયા પ્રવાસીઓના ધસારાના પગલે હોટલ, ટેક્સી, ટ્રાવેલ્સના ભાડાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સાસણ ગીરની આજુબાજુ અંદાજે 300 જેટલા ફાર્મ હાઉસ અને 100 જેટલા હોટલ રિસોર્ટ આવેલા છે તેમજ સ...

જુલાઇ 31, 2024 8:02 પી એમ(PM) જુલાઇ 31, 2024 8:02 પી એમ(PM)

views 7

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા-અર્ચના કરાશે

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને શ્રાવણ માસના ૩૦ દિવસ સુધી વિવિધ શૃંગારો સાથે પૂજા-અર્ચના કરવામાં આવશે. ભગવાન સોમનાથને દરરોજ જુદા જુદા શૃંગારથી સજાવાશે. પાંચ ઓગસ્ટ પ્રથમ સોમવાર થી ૩ સપ્ટેમ્બર સુધી ના સોમવાર સુધી વિશેષ શૃંગાર કરવામાં આવશે. પ્રથમ દિવસે બિલ્વપત્ર દર્શન, બીજા દિવસે કેસરી પુષ્પ દર્શન, તેવીજ રીતે ગણપતિ દર્શન, નાગ દર્શન-લાલ પુષ્પ સહિતના વિવિધ શૃંગારની સાથેસાથે અન્નકુટ દર્શનથી ભગવાન સોમનાથ મહાદેવ ને સુશોભીત કરાશે.