જાન્યુઆરી 26, 2025 1:29 પી એમ(PM) જાન્યુઆરી 26, 2025 1:29 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા એક સંદેશમાં તેમણે કહ્યું કે, અમે તે તમામ મહાન લોકોને વંદન કરીએ છીએ, જેમણે આપણા બંધારણને બનાવીને ખાતરી અપાવી કે આપણી વિકાસ યાત્રા લોકશાહી, ગૌરવ અને એકતા પર આધારિત છે. આ રાષ્ટ્રીય તહેવાર બંધારણના મૂલ્યોને જાળવવા અને એક મજબૂત અને સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાના આપણા પ્રયાસોને વધુ મજબૂત બનાવે તેવી પ્રાર્થના.