ઓક્ટોબર 30, 2024 10:02 એ એમ (AM) ઓક્ટોબર 30, 2024 10:02 એ એમ (AM)

views 2

નામ, અટક અને જન્મતારીખમાં સુધારા અંગે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા વધુ 2 નવી સેવાનો સમાવેશ

સરકારી, અર્ધ સરકારી કચેરીઓમાં સર્જાતી વિસંગતતાઓને દૂર કરવા રાજ્ય સરકારે નવું પગલું ભર્યું છે. હવે વ્યક્તિના નામ, અટક અને જન્મતારીખમાં સુધારા અંગે સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ કરવા વધુ 2 નવી સેવાનો સમાવેશ કરાયો છે. આ બે સેવા રાજ્ય સરકારના સાધારણ અને અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધ કરાશે એમ ગાંધીનગર સરકારી મુદ્રણ અને લેખન સામગ્રી નિયામકની યાદીમાં જણાવાયું છે. યાદીમાં જણાવ્યા અનુસાર, નામ, અટક બદલીને તાત્કાલિક અસાધારણ ગેઝેટમાં પ્રસિદ્ધિ માટે 2,500 રૂપિયા અને સાધારણ ગેઝેટમાં 1,000 રૂપિયાની બિન-રિફંડપાત્ર નોંધણ...