જુલાઇ 16, 2024 7:49 પી એમ(PM) જુલાઇ 16, 2024 7:49 પી એમ(PM)
13
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ
ગાંધીનગરના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં હવામાન વિભાગના અધિકારીએ વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આગામી સપ્તાહ દરમિયાન પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. આવતીકાલથી ૨૨ જુલાઈ સુધી સૌરાષ્ટ્રના રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા તથા દક્ષિણ ગુજ...