ઓક્ટોબર 6, 2024 2:56 પી એમ(PM) ઓક્ટોબર 6, 2024 2:56 પી એમ(PM)
5
મહેસાણા, અરવલ્લી અને ગીર સોમનાથમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ
મહેસાણા જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમમાં એક હજાર 418 જેટલી અરજીનો હકારાત્મક નિરાકરણ કરાયું હતું. વડનગર તાલુકાના સુંઢિયા ગામમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરાયું. જ્યારે વિસનગર તાલુકાના વાલમ ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં અરજદારોની વિવિધ એક હજાર 209 જેટલી અરજીનો નિકાલ કરાયો હતો. અરવલ્લીના બાયડ તાલુકાના આમોદરા ગામમાં દસમા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમમાં વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, આરોગ્ય ચકાસણી, જાતિ આવકના દાખલાઓ, પૂરવઠાને લગતી અરજીઓ તેમજ કૃષિ વિભાગ અન...