જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 10:07 એ એમ (AM)
9
ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો, ઘાયલ સૈફઅલી લીલાવતી હોસ્પિટલમાં દાખલ
ફિલ્મ અભિનેતા સૈફઅલી ખાન પર હુમલો થયાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસપાસ બની હોવાનું કહેવાય છે. ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાનના ઘરમાં ગત મોડી રાતના હુમલો થયો હોવાની વિગતો સામે આવી છે. ગત મોડી રાતના એક હુમલાખોરે તેમના ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેણે સૈફઅલી ખાન ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. ઘાયલ ફિલ્મ અભિનેતાને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મુંબઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ઘટના ગત મોડી રાત્રે લગભગ 2 વાગ્યાની આસ...