એપ્રિલ 26, 2025 7:23 એ એમ (AM)

views 21

આણંદ જિલ્લાને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ

આણંદ જિલ્લાને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરોડો રૂપિયાની વિવિધ વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી. જેમાં ઉમરેઠમાં 59 કરોડ 75 લાખ રૂપિયાની વિવિધ 36 જેટલી પરિયોજનાઓની ભેટ આપી. શ્રી પટેલે ઉમરેઠ ખાતેથી 16 કરોડ 84 લાખ રૂપિયાના 10 કામોનું ઈ ખાતમુહૂર્ત અને 42 કરોડ 90 લાખ રૂપિયાના 26 કામોનું ઇ લોકાર્પણ કર્યું હતું.આ સાથે જ ઉમરેઠ તાલુકામથક ખાતે ૫ કરોડ 18 લાખ રૂપિયાના ખર્ચે 30 બેડનું તૈયાર થયેલ સુવિધાયુક્ત સામૂહિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. શ્રી પટેલે આણંદ ખાતે 163 કરોડ 90 લાખ રૂપિયાન...

ડિસેમ્બર 30, 2024 8:38 એ એમ (AM)

views 25

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે નારી ખાતે નવનિર્મિત આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી

રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે ભાવનગરના નારી ખાતે તૈયાર થયેલી આરોગ્ય મહાવિદ્યાલયની મુલાકાત લીધી હતી. આ દરમિયાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે 900 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી આ પરિયોજનાના નિર્માણ કાર્યની સમીક્ષા કરી હતી.   આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ પરિસરમાં 161 કરોડ રૂપિયાના ખર્ચે એકેડમિક બ્લૉક, 181 કરોડ રૂપિયાના ખર્ચે છાત્રાલય અને અંદાજે 557 કરોડ રૂપિયાના ખર્ચે ટિચિંગ હૉસ્પિટલ અને એમસીએચ ઈમારત સહિત નિર્માણાધીન કાર્યોની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

ડિસેમ્બર 20, 2024 8:37 એ એમ (AM)

views 27

અમદાવાદ સિવિલ મેડિસિટીમા રૂ. 840 કરોડના વિવિધ કામોનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો : ઋષિકેશ પટેલ

અમદાવાદ સિવિલ મેડિસિટીમા અંદાજીત 840 કરોડ રૂપિયાના વિવિધ કામોના નિર્માણકાર્ય અને આયોજન સહિતના માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે તેમજ મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓને વોર્ડ શોધવામાં અનુકૂળતા રહે તે માટે હોર્ડિંગ્સની વ્યવસ્થા કરાશે તેમ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં અસારવા સ્થિત મેડિસિટીમાં પ્રવેશતા દર્દીઓ માટે હોર્ડિંગ્સના આધારે માહિતી મળે તેવી વ્યવસ્થાનું આયોજન કરાયું હોવાનું આરોગ્ય મંત્રી ઋષિકેષ પટેલે જણાવ્યું હતું. ગઇકાલે સાંજે આરોગ્ય મંત્રીએ મેડિસિટીના નિર્માણાધીન પ્રોજેક...

ઓક્ટોબર 30, 2024 9:51 એ એમ (AM)

views 16

“ફૂડ સેફ્ટી” પખવાડિયા અંતર્ગત 7.3 કરોડથી વધુનો શંકાસ્પદ ખાદ્યપદાર્થ જપ્ત

રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા “ફૂડ સેફ્ટી” પખવાડિયા અંતર્ગત સાત કરોડ ત્રણ લાખથી વધુનો શંકાસ્પદ ખાદ્યપદાર્થ કબજે કરી વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, 25 ઑકટોબર સુધી યોજાયેલા પખવાડિયા અંતર્ગત અત્યાર સુધી નવ હજાર 900થી વધુ નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે 4 હજાર 700 જેટલા નિરીક્ષણ કરાયા હતા. ઋષિકેશ પટેલે ઉમેર્યું કે, અત્યાર સુધી તંત્ર દ્વારા રાજ્યમાં વિવિધ જગ્યાએ આકસ્મિક કુલ 175 દરોડા પાડી 260 ટન જેટલો અંદાજે 7 કરોડ 3 લાખ રૂપિયાનો ...

ઓક્ટોબર 11, 2024 6:21 પી એમ(PM)

views 18

‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં યુવા સ્વાભિમાન દિવસની ઉજવણી

અમદાવાદ જીલ્લામાં બાવળાના દેવધોલેરા ગામ ખાતે મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં I-Create ખાતે 'વિકાસ સપ્તાહ' અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે ઋષિકેશ પટેલે 11.86 કરોડના વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા. વિકાસ સપ્તાહ અંતર્ગત યુવા સ્વાભિમાન દિવસે બાવળાના આઈ-ક્રીએટ પરિસરમાં વિકાસ રેલી યોજાઇ હતી. ઋષિકેશ પટેલે I- createના યુવા સ્ટાર્ટઅપકારોની શોધ - સાહસને દર્શાવતા સ્ટોલની મુલાકાત પણ લીધી હતી. આ પ્રસંગે તેમણએ રિસર્ચ અને ઇનોવેશનની આખી એક ઇકો સિસ્ટમ ઊભી કરીને ભારતને ફર્સ્ટ ...

ઓક્ટોબર 6, 2024 7:40 પી એમ(PM)

views 24

પડતર માંગણીઓને લઈ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે બેઠક

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પોતાની નવ પડતર માંગણીઓને લઈ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સાથે યોજી હતી. મંત્રીમંડળની બેઠક યોજાય તે પહેલા મહાસંઘે પોતાના પ્રશ્નો સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. મહાસંઘના પ્રચાર મંત્રી રાજેશ ઠાકર જણાવે છે કે, સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે, કેન્દ્રના ધોરણે ભથ્થું પ્રાપ્ત થાય જેવા અનેક મુદ્દા કેબિનેટ મંત્રી સમક્ષ મુકાયા હતા.

ઓક્ટોબર 6, 2024 3:15 પી એમ(PM)

views 17

વિસનગર: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગરબાનો પ્રારંભ કરાવ્યો

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ગરબાનો પ્રારંભ કરાવ્યો હતો. જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવાય તે હેતુથી સંસ્થા દ્વારા આ ગરબાનું આયોજન કરાયું છે. અત્યાર સુધીમાં સંસ્થા દ્વારા મેડિકલ એન્જિનિયરિંગના ઉચ્ચ અભ્યાસ માટે 360 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારે મદદ પહોંચાડવામાં આવી છે.