ફેબ્રુવારી 11, 2025 7:16 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:16 પી એમ(PM)
4
રાજ્યની RTOના 700 ટેક્નિકલ ઓફિસરોએ હડતાળ સમેટી
રાજ્યભરમાં RTOના મોટર વ્હીકલ્સ ડિપાર્ટમેન્ટના ટેક્નિકલ અધિકારોએ તેમની હડતાળ સમેટીને કામ પર પાછા ફર્યા હતા. અધિકારીઓ પડતર પ્રશ્નોનાં ઉકેલની માંગણી છેલ્લાં કેટલાંક દિવથી અલગ અલગ રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. જો કે આજે બપોરે પ્રશ્નોનો ઉકેલ લાવવા સરકાર તરફથી બાંયધરી અપાતા તેઓ કામ પર પાછા ફર્યા હતા. જો કે, દોઢ દિવસ દરમિયાન કામગીરી ખોરંભે ચડતા અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં ત્રણ હજારથી વધુ અરજદારોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. ગત 3 ફેબ્રુઆરીએ મોટર વ્હિકલ્સ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર એસોસિ...