ફેબ્રુવારી 27, 2025 2:59 પી એમ(PM) ફેબ્રુવારી 27, 2025 2:59 પી એમ(PM)

views 7

તમામને શિક્ષણના અધિકાર RTE ના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે

તમામને શિક્ષણના અધિકાર RTE ના કાયદાની જોગવાઇ મુજબ ધોરણ-1માં પ્રવેશ માટે 12 માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.નબળા અને વંચિત પરિવારના બાળકો ખાનગી શાળામાં નિઃશુલ્ક ભણી શકે તે માટે આરટીઇ કાયદા મુજબ પ્રવેશની કામગીરી શરૂ કરવામાં આવી છે. તે માટે જરૂરીયાતવાળા વિદ્યાર્થીઓને ખાનગી શાળામાં પ્રવેશ માટે આવતીકાલથી તારીખ 12મી, માર્ચ સુધી ઓનલાઇન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઇન ફોર્મની ચકાસણી કરીને શાળામાં પ્રવેશની કામગીરી શિક્ષણ વિભાગ હાથ ધરશે.